Gujarat Rain forecast : આગામી સાત દિવસ ગુજરાતમાં કેવો વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain forecast : ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ દરમિયાન ભારે વરસાદની સંભાવના ઓછી છે અને રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની અપેક્ષા છે.

Gujarat Rain forecast

હવામાન વિભાગે માછીમારોને ચોથી અને પાંચમી ઓગસ્ટે દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે. આ દિવસો દરમિયાન દરિયામાં વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ સામાન્ય વરસાદની આગાહી કરી છે. 10 ઓગસ્ટની આસપાસ ફરી એકવાર રાજ્યમાં વરસાદનું જોર થોડું વધવાની શક્યતા છે.

હાલ રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ઝોન પ્રમાણે વરસાદની ટકાવારી નીચે મુજબ છે.

  • સૌરાષ્ટ્ર: 55 ટકા
  • કચ્છ: 64.17 ટકા
  • દક્ષિણ ગુજરાત: 65.70 ટકા
  • ઉત્તર ગુજરાત: 65.17 ટકા

હવે પછીનું હવામાન કેવું રહેશે અને વરસાદની ગતિવિધિઓ વિશેની વધુ માહિતી અમે તમને જણાવતા રહીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X