Gujarat Rain Forcast : 26-27 ડિસેમ્બરે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Gujarat Rain Forcast : ગુજરાતના ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ છે. એક તરફ ચોમાસામાં ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયા બાદ હવે ભર શિયાળે માવઠાની તૈયારીએ ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભારે પલ્ટો જોવા મળ્યો છે. કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની સંભાવનાને જોતા ખેડૂતોને ચેતવ્યા છે.

mavthu

હવામાન વિભાગે આગાહી કરી છે કે 27 અને 28 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, ઉતર ગુજરાતના કેટલાક જિલ્લા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

વરસાદ સાથે સાથે હવામાન વિભાગે હળવા વાવાઝોડાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વરસાદ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સિવાય છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં કરા પડવાની પણ સંભાવના છે.

આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં અને મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

આ સિવાય પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, દમણ, નવસારી,તાપી, વલસાડમાં વરસાદની આગાહી છે.

જણાવી દઈએ કે, આ કમોસમી વપરસાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જીરા અને ધાણા જેવા મસાલા પાકો માટે મોટી આફત બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X