Gujarat Rain Forecast : ગુજરાત પર વધુ એક મોટી વરસાદી આફતનો ખતરો? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદની નવી ઈંનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 144 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે આવનારા કેટલાક દિવસો વરસાદનું જોર જોવા મળી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ આવનારા 5 દિવસ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આગામી 2 દિવસ ભારે વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 સપ્ટેમ્બરે કચ્છ, નવસારી, વલસાડ તેમજ બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે.
આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે. આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યુ છે.
આગામી દિવસોની વાત કરીએ તો, કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. 6 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટસે પરંતું નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
