Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોમસી વરસાદની આગાહી, 26 થી 28 ડિસેમ્બરે આ જિલ્લામાં માવઠાની આગાહી

Unseasonal rain Forecast : ચોમાસામાં અતિભારે વરસાદને કારણે અતિવૃષ્ઠિનો ભોગ બનેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

Unseasonal rain Forecast

હવામાન વિભાગની આગાહી અનુસાર, 66 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે.

આ પછી 27 ડિસેમ્બરે ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં માવઠાની સંભાવના છે. 28 ડિસેમ્બરે કચ્છ, તાપી, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, અરબી સમુદ્રના ભેજ અને ટ્રફના કારણે વાતાવરણ પલટાયુ છે. આના કારણે ઘણા જિલ્લાઓમાં ભારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યો છે. બદલાઈ રહેલુ વાતાવરણ ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 થી 28 ડિસેમ્બર દરમિયાન તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. જણાવી દઈએ, ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે.

જો આ માવઠું વધારે પ્રમાણમાં વરસાદ લઈને આવશે તો ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી સર્જાઈ શકે છે. આ માવઠાને કારણે ખેડૂતોને જીરા સહિતના પાકોમાં મોટુ નુકસાન ઉઠાવવુ પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X