Gujarat Rain forecast : આ અઠવાડિયુ ગુજરાતમાં વરસાદની જમાવટ રહેશે, વિગતે જાણો આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે (IMD) સમગ્ર ગુજરાત, દિવ, દમણ અને દાદરા નગર હવેલી માટે આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાના આધારે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આગામી ૨૪ કલાકમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, અને જૂનાગઢમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે અને અહીં રેડ એલર્ટ જારી કરાયુ છે.
રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે.
આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને વીજળી થવાની શક્યતા છે અને યલો એલર્ટ જારી કરાયુ છે.
આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને જોતા લોકોને જરૂરી સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
