For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરમાં બારે મેઘ ખાંગા, 3 કલાકમાં 10 ઈંચ વરસાદ, આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં રવિવારે પડેલા વરસાદમાં જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણામાં આભ ફાટ્યા બાદ 3 કલાકમાં 10 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યમાં રવિવારે પડેલા વરસાદમાં જામનગરના જામજોધપુર તાલુકાના નરમાણામાં આભ ફાટ્યા બાદ 3 કલાકમાં 10 ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. કાલાવડમાં પણ 4 કલાકમાં 6 ઈંચ વરસાદ થયો હતો. છોટાઉદેપુરમાં 7.5 ઈંચ, કવાંટમાં 6.73 ઈંચ અને ધ્રોલ તેમજ જોડિયામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં 27 જુલાઈ સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેવાનુ પૂર્વાનુમાન કર્યુ છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ જ્યારે અમુક સ્થળોઓ મૂસળધાર વરસાદ વરસી શકે છે.

જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો

જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો

તમને જણાવી દઈએ કે 10 ઈંચ વરસાદ ખાબકતા જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો થયો હતો. કાલાવડ પંથકના છતરમાં પણ ઘોડાપુર આવ્યુ હતુ. જેના કારણે વાહનો કોઝવે તણાઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આરસંગ નદીમાં ઘોડાપુર આવ્યુ હતુ. સોરઠના માણાવદરમાં 5, જૂનાગઢના વંથલી પંથકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કેશોદ, મેંદરડામાં અઢી ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો. રાજકોટના ગોંડલ તાલુકામાં શનિવારે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે માત્ર 4 કલાકમાં 119 મીમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજકોટના લોધિકા તાલુકામાં 51 મીમી અને કોદાસંગણીમાં 45 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

રાજ્યના 29 ડેમમાં પાણીની આવક

રાજ્યના 29 ડેમમાં પાણીની આવક

આ ઉપરાંત વરસાદના કારણે રાજ્યના સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના 29 ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં એક દિવસમાં 10 સેમીનો વધારો થયો હતો. વરસાદના લીધે 22,772 ક્યુસેક પાણીની આવક થતા સપાટી 115.37 મીટર પર પહોંચી છે. વળી, રાજ્યના ઉકાઈ, વાતરક, મેશ્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં પાણીની આવક વધી છે. અરબસાગરમાં 26 જુલાઈ સુધી 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાના કારણે માછીમારોને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટે 26થી 28 જુલાઈ સુધી અરબ સાગરમાં માછલી પકડવા ન જવા માટે ચેતવણી જાહેર કરી છે.

રાજ્યમાં વિવિધ સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વિવિધ સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી

આઈએમડીના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ 27 જુલાઈની સવાર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે વરસાદનુ પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ છે. કેન્દ્ર મુજબ ગુજરાતના બધા જિલ્લાઓના મોટાભાગે 28 જુલાઈ સુધી હળવો કે મધ્યમ વરસાદ થશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દીવ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

English summary
Gujarat Rain: Heavy rainfall in Jamnagar, 10 inches rain in 3 hours, heavy rain forecast for next 3 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X