ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જળાશયો છલકાયા

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બુધવારે અને ગુરુવારે અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરના રોજ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદ્ભવશે જે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહિ તે જણાવવામાં આવશે. જો કે હાલમાં વાવાઝોડાનુ કોઈ જોખમ નથી. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 97 ટકા વરસાદ, કચ્છમાં 93 ટકા, દક્ષિણ ગુજરાતમાં 83 ટકા અને મધ્ય ગુજરાતમાં 77 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બુધવારે ધોધમાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક શહેરો સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જેમાં મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

ગુજરાતમાં મંગળવાર સાંજથી જ વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુલાબ વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. રાજ્યના 7 તાલુકાઓમાં 6 ઈંચ કરતા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. 13 તાલુકાઓમાં 5 ઈંચ કરતા વધુ, 24 તાલુકાઓમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 50 તાલુકાઓમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકાઓામાં બે ઈંચ કરતા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે તેમજ રાજ્યના 128 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે.

જળાશયોમાં પાણીની થઈ રહી છે સતત આવક

જળાશયોમાં પાણીની થઈ રહી છે સતત આવક

વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 64 જેમ છલકાઈ ચૂક્યા છે. જેમાંથી 52 ડેમ માત્ર સૌરાષ્ટ્રના છે. રાજ્યમાં 96 હાઈ એલર્ટ પર છે જ્યારે 9 ડેમ એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81 ટકા પાણીનો જથ્થો છે જ્યારે કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 35 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 86 ટકા પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 91 પાણીનો જથ્શો છે. સરદાર સરોવર ડેમમાં 62 ટકા પાણીનો જથ્થો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X