Gujarat Rain : વરસાદથી હજુ રાહત નહીં, બે દિવસ આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain : ગુજરાતભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 24 ઓગસ્ટથી શરૂ થયેલી વરસાદની મેરેથોન ઈનિંગથી હજુ પણ છુટકારો મળે તેવા કોઈ સંજોગ નથી.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલની સ્થિતીએ ગુજરાત પર ત્રણ જેટલી સિસ્ટમ સ્થિર થઈ છે. આ સક્રિય સિસ્ટમના કારણે આગામી 2 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો સાથે સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરાયુ છે.

Gujarat Rain

હલાના વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેશે તો મધ્ય ગુજરાતમાં વરસાદથી થોડી રાહત મળી શકે છે. જો કે હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ જારી કરાયુ છે.

હવામાન વિભાગ અનુસાર, 29 ઓગસ્ટે કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને યલો એલર્ટ અપાયું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને યલો એલર્ટ અપાયું છે.

રાહતના સમાચાર એ છે કે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે. આ સિવાય ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદથી રાહત મળશે. જો કે છૂટા છવાયો યથાવત રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X