Gujarat Rains : છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં મેઘમહેર, ભાણવડમાં સૌથી વધુ 11.6 ઇંચ
Gujarat Rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 238 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
24 ઓગસ્ટથી સતત રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે 24 કલાકમાં રાજ્યના 238 તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે.

આંકડાઓ પર નજર કરીએ તો, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં વરસાદ આફત બનીને આવ્યો છે. અહીં સૌથી વધુ ભાણવડમાં 11.6 ઈંચ અને અબડાસામાં 10.8 ઈંચ વરસાદ રેકોર્ડ થયો છે.
આ આંકડાઓ અનુસાર ગુજરાતના 8 તાલુકાઓમાં 8 થી 12 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓની વાત કરીએ તો ભાણવડમાં 11.6 ઇંચ, અબડાસામાં 10.8, કલ્યાણપુરમાં 10.4, લખપતમાં 8.9, ખંભાળિયામાં 8.9, જામજોધપુરમાં 8.6, દ્વારકામાં 8.5 અને નખત્રાણામાં 8 ઇંચ વરસાદ જોવા મળ્યો છે.
આ સિવાય 12 તાલુકામાં 4થી 7 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં કચ્છના માંડવીમાં 7.2 ઇંચ, કાલાવડમાં 6.8, લાલપુરમાં 6.6, લોધીકામાં 5.7, ધોરાજીમાં 5.7, કુતિયાણામાં 5.2, જામકંડોરણામાં 5.2, અંજારમાં 4.9, રાણાવાવમાં 4.8, જામનગરમાં 4.2, રાજકોટમાં 4.2, પોરબંદરમાં 4.2 ઇંચ વરસાદ રેકોર્ડ થયો છે. રાજ્યના 19 તાલુકાઓમાં 2થી 4 ઇંચ વરસાદ જોવા મળ્યો છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, ગુજરાત પર સ્થિર થયેલી સિસ્ટમ આગળ વધી જતા ગુજરાતમાં વરસાદથી આંશિક રાહત જોવા મળશે. જો કે આગામી સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
