Gujarat Rain:આખરે અમદાવાદમાં પણ વર્ષાનુ આગમન, આજે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનુ રેડ એલર્ટ

Gujarat Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ બાદ આખરે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગઈ કાલ રાતથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેના પરિણામે લોકોને ગરમીથી રાહત મળી હતી. જો કે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

અમદાવાદમાં બાપુનગર, નિકોલ, નારોલ, નરોડા, કૃષ્ણનગર, કાલુપુર, રાયપુર, ખાડિયા, એસજી હાઈવે, વસ્ત્રાપુર, રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

rain

અમદાવાદમાં વરસાદને પગલે કોટ વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. એએમસીના આંકડાઓ મુજબ સરેરાશ વરસાદ અમદાવાદ પૂર્વમાં 36.42 મીમી, અમદાવાદ પશ્ચિમમાં 37.70 મીમી, અમદાવાદ ઉત્તર-પશ્ચિમમાં 3.25 મીમી, અમદાવાદ દક્ષિણ-પશ્ચિમમાં 8.40 મીમી, અમદાવાદ મધ્યમાં 44.50 મીમી, અમદાવાદ ઉત્તરમાં 64.83 મીમી અને અમદાવાદ દક્ષિણમાં 9.50 મીમી નોંધવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના માતરમાં 4.5 ઈંચ વરસાદ થયો છે. પંચમહાલના કાલોલ, સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઇંચ કરતા વધુ, ખેડાના મેમદાબાદમાં 3.5 ઇંચ, અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ, ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. વળી, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. ચોમાસુ નવસારીથી આગળ વધી ભરૂચ અને નર્મદા સુધી પહોંચી ગયુ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 25 જૂને બનાસકાંઠા, સુરત, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, તાપી, દામણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. વળી, 26 જૂને પંચમહાલ, વડોદરા તથા સૌરાષ્ટ્રના છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. 27 જૂને નવસારી, વલસડ, તાપી, દાદરા નગર હવેલી, ભરૂચ અને ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે. 28 જૂને ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની સંભાવના છે. રથયાત્રામાં પણ સારો વરસાદ થશે. આઈએમડી મુજબ આજે જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X