Gujarat Rain : આજથી વરસાદનું જોર ઘટશે, જાણો સપ્ટેમ્બરમાં કેટલો વરસાદ?
Gujarat Rain : ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં વરસાદ આફત બનીને આવ્યો છે. છેલ્લા 1 અઠવાડિયાની મેરેથોન ઈનિંગ બાદ હવે વરસાદ થોડો ધીમો પડશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 24 ઓગસ્ટથી શરૂ થયેલો વરસાદ 29 ઓગસ્ટ બાદ ધીમો પડશે. જો કે હજુ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદથી રાહત નહીં મળે.

સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો, 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ફરી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે.
આ સિવાય 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતીમાં એક વાત સ્પષ્ઠ છે કે આવનારા મહિનામાં પણ ગુજરાતમાં વરસાદથી રાહત નહીં મળે.












Click it and Unblock the Notifications
