Gujarat Rain : 26 ઓગસ્ટે આ જિલ્લાઓમાં વરસાદનું તાંડવ જોવા મળશે, રેડ એલર્ટ જારી
ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર 24 ઓગસ્ટથી જ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગે 26 ઓગસ્ટને લઈને ઘણા જિલ્લાઓને રેડ એલર્ટ જારી કર્યુ છે. આ જિલ્લાઓમાં વરસાદનું તાંડવ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, 26 ઑગસ્ટે વડોદરા અને ભરૂચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયુ છે. અહીં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય ભાવનગર, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે.
જણાવી દઈએ કે, આગામી 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ઘણા જિલ્લાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
