Gujarat Rain Update: ગુજરાતના 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ, જાણો ડેમની સ્થિતિ
Gujarat Rain Update: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે.
સરદાર સરોવરમાં હાલમાં 183724 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 223685 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં 15 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51786 ક્યુસેક, ઉકાઈમાં 31206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23656 ક્યુસેક, વેણુ-2માં 18906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18468 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 50 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 42.55 ટકા, મધ્ય ગુજરાતના 17માં 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
