ગુજરાતમાં મેઘ મહેર, ચોમાસાનો 84% વરસાદ, હવામાન વિભાગે જારી કરી એલર્ટ
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાનો વરસાદ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં સતત ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ થયો છે જેમાંથી 104 તાલુકામાં 1થી 11 ઈંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ઢોલવણ તાલુકામાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ થયો છે. ગુજરાતમાં ચોમાસાનો 84% વરસાદ થઈ ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 142.57 ટકા તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 61 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગમાંથી મળેલી લેટેસ્ટ માહિતી મુજબ રાજ્યના ઘણા જિલ્લાઓમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદનુ અનુમાન છે. વડોદરાના અમુક વિસ્તારો અને રોપુરા રોડ પર મંગળવારે સવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે.
|
રાજ્યમાં ચારેકોર વરસાદ
ગુજરાતમાં ગયા શનિવારે સવારથી વરસાદ ચાલુ છે. રાજ્યના 166 તાલુકામાં વરસાદ આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસાનો ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદના કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલવાના કારણે સુરતના ઘણા વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ચૂક્યા છે.
|
200 લોકોને બચાવાયા
વરસાદના કારણે મીઠી ખાડી સહિત અન્ય ખાડીઓનુ પાણી હવે લોકોના ઘરોમાં જવા લાગ્યુ છે. કમરુનગર વિસ્તારમાં પર્વત ગામની ખાડીમાં પાણી ભરાઈ જવાના કારણે ઓછામાં ઓછા 200 લોકોને બચાવવામાં આવ્યા છે. વળી, ખાડી વિસ્તારોમાં આવી રહેલા વરસાદના કારણે ફસાયેલા લોકોને પ્રશાસન જરૂરી સામાન પૂરો પાડી રહ્યા છે.

ઠેર-ઠેર ભરાયા પાણી
સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે આદર્શનગર, સાફલ્યા, ગાયત્રીનગર, અયોધ્યા નગરી, સાયણ મેઈન રોડ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વળી, બીજી તરફ કીમ નદીમાં ભારે વરસાદ બાદ 20 ગામો માટે એલર્ટ જારી કરવામાં આવી છે. વડોદરાની વિશ્વામિત્રી નદીનુ જળસ્તર વધવાથી વડોદરા શહેર અને આજવા સરોવરના ઉપરી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયુ છે. રાજ્યમાં અત્યાધિક વરસાદને જોતા એનડીઆરએફ ફાયર ટીમો એલર્ટ પર છે.












Click it and Unblock the Notifications
