કુલ 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, જાણો ક્યા ડેમમાં કેટલો જળ સંગ્રહ?
Gujarat Rain Update: ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 204901 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે.
જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે, જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 325972 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે 10 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ સિવાય રાજ્યના 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 21 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 42 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં 92867 ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં 83985 ક્યુસેક, દમણગંગામાં 53456 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70.32 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 52.68 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.15 ટકા, મધ્ય ગુજરાતના 17માં 45.26 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
