Gujarat Rain Update: આજે અંકલાવમાં સૌથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ?
Gujarat Rain Update: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં એકંદરે વરસાદમાં ઘટાડો થયો છે. ગુજરાતના કુલ 153 તાલુકાઓમાં 1 મીમી થી 42 મીમી રેન્જમાં વરસાદ નોંધાયો છે.
જોકે, માત્ર બે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આણંદ જિલ્લાના આંકલાવમાં સૌથી વધુ 42 મીમી વરસાદ નોંધાયો હતો, જે બાદ નવસારીના ખેરગામમાં 30 મીમી વરસાદ નોંધાયો હતો.
આ સાથે દહેગામ અને વડોદરા અનુક્રમે 24 અને 20 મીમી વરસાદ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે. અન્યત્ર 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત, નવસારી અને તાપીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના
ઉમરપાડા અને નવસારી તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના કુલ 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 9 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લાના ઉમરપાડા અને નવસારી તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જલાલપોરમાં 1.7 ઈંચ અને ડોલવણમાં 1.6 ઈંચ
વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વલોડમાં 1.3 ઈંચ, ડેડિયાપાડામાં 1.2 ઈંચ અને પલસાણામાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વાંસદામાં 1 ઈંચ અને
ભાવનગરના મહુવામાં પણ એક ઈંચ વરસાદ વરસ્યો છે.












Click it and Unblock the Notifications
