ગુજરાતમાં ફરી થશે ભારે વરસાદ, આ જિલ્લામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Update: ભારે વરસાદ બાદ હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે, વિરામ બાદ વરસાદ ફરી ધમાકેદાર એન્ટ્રી કરે તેવી શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

IMDના તાજેતરના બુલેટિન મુજબ, ઓફશોર ટ્રફ, નીચા દબાણની રેખા, ગુજરાતના દક્ષિણ કિનારેથી કેરળના મધ્ય કિનારા સુધી લંબાય છે. દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈએ દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન પણ છે.

11 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 કલાકે પૂરા થતા આગામી 24 કલાક દરમિયાન દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Gujarat Rain Update

આ વિસ્તારો ઓરેન્જ એલર્ટ હેઠળ છે. આ દરમિયાન, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

11 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રદેશના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, 12 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી, IMD ગુજરાત રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X