Gujarat Rain Update: 8 ઓગસ્ટથી ગુજરાતમાં થશે ભારે વરસાદ, જાણો IMD ની આગાહી
Gujarat Rain Update: ગુજરાત રાજ્યમાં સોમવારથી માત્ર હળવાથી મધ્યમ વરસાદ સાથે પ્રમાણમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD)ની લેટેસ્ટ આગાહીમાં જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટથી ભારે વરસાદની અપેક્ષા છે.
જ્યારે કેટલાક જિલ્લાઓમાં 8 ઓગસ્ટ, 9 ઓગસ્ટ અને 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડી શકે છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં આગામી 6 દિવસ દરમિયાન 12 ઓગસ્ટ સુધી હળવા વરસાદની અપેક્ષા છે.
લેટેસ્ટ IMD બુલેટિનમાં જણાવ્યા અનુસાર, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે એટલે કે 7 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે.

8 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં, એટલે કે નવસારી અને વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
9 ઓગસ્ટના રોજ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન, બાકીના ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સાથે 11 અને 12 ઓગસ્ટના રોજ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
