Gujarat Rain Update: રાજ્યમાં કુલ સરેરાશનો 53 ટકાથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ?
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકમાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ સાથે ભરૂચ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં 6 ઈંચથી વધુ વારસદા વરસ્યો હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 25 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 53 ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સાથે સૌરાષ્ટ્ર ઝોનમાં 73 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૩ ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 32 ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૨૯ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ડાંગના સુબિર તાલુકામાં, નર્મદાના નાંદોદ તાલુકામાં, વડોદરાના શિનોર તાલુકામાં, ભરૂચના અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટ તાલુકામાં, ગાંધીનગરના દેહગામ તાલુકામાં તેમજ સુરતના મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
વધુમાં રાજ્યના કુલ 15 તાલુકામાં 4 ઈંચ અને 21 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના આશરે 25 જેટલા તાલુકામાં બે ઈંચથી વધુ અને 47 તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
