Gujarat Rain Update: વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ, જનતાના સારા આરોગ્ય માટે લેવાશે આ પગલા
Gujarat Rain Update: રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે આગામી તારીખ 14 જુલાઈ, 2024 સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે NDRF/SDRFની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. આ સાથે જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી.
રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી હતી. સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, GMB, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, UDD, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગના તથા ઈન્ડિયન એરફોર્સ ના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
