ગુજરાતમાં અતિ ભારે વરસાદ, 8 જિલ્લામાં રેડ એલર્ટ, બોડેલીમાં 22 ઈંચ, હજુ 3 દિવસ આગાહી

રાજ્યમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે આઠ જિલ્લાઓને સૌથી વધુ અસર થવા પામી છે.

અમદાવાદઃ રાજ્યમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે આઠ જિલ્લાઓને સૌથી વધુ અસર થવા પામી છે. અતિ ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં સાત લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 272 પશુઓના પણ મોત નીપજ્યા છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ સાથે વાત કરીને તમામ મદદની ખાતરી આપી હતી.

એનડીઆરએફની ટીમો તૈનાત

એનડીઆરએફની ટીમો તૈનાત

રાજ્યમાં અત્યાર સુધીમાં 33 લોકોના વીજળી પડવાથી, આઠ લોકોના દીવાલ પડવાથી, 16 લોકોના ડૂબી જવાથી, 6 લોકોના ઝાડ પડવાથી જ્યારે એક વ્યક્તિનું થાંભલો પડવાથી મૃત્યુ થયુ હતુ. ભારે વરસાદને કારણે ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા અસરગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 18 ટીમો તૈનાત છે. એનડીઆરએફની 5 ટીમો પંજાબથી એરલિફ્ટ કરાઈ છે જેને દક્ષિણ ગુજરાતમાં મોકલવામાં આવી છે.

રાજ્યનો 36 ટકા સરેરાશ વરસાદ વરસ્યો

રાજ્યનો 36 ટકા સરેરાશ વરસાદ વરસ્યો

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ ચાલુ રહેતા આ સિઝનમાં રાજ્યનો સરેરાશ વરસાદ 36 ટકા થયો છે. સૌથી વધુ 65 ટકા વરસાદ કચ્છ ઝોનમાં થયો છે. દક્ષિણ ગુજરાતમાં 41 ટકા, સૌરાષ્ટ્રમાં 39 ટકા, મધ્ય ગુજરાતમાં 30 ટકા અને ઉત્તર ગુજરાતમાં 20 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. 10 હજારથી વધુ લોકોનુ સ્થળાંતર થયુ છે જ્યારે 508 લોકોનો રેસ્ક્યુ કરાયા છે.

ડેમ છલકાયા

ડેમ છલકાયા

રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે રાજ્યમાં 207 ડેમમાં 40 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાનુ 45 ટકા પાણી છે. 11 ડેમ 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે જ્યારે 18 ડેમમમાં 70થી 100 ટકા પાણી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો દોસવાડા ડેમ અતિ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X