ગુજરાતમાં સિઝનનો 66 ટકા વરસાદ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 63 ટકા ભરાયો
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે અત્યાર સુધી 22 ઈંચ સાથે સિઝનનો 66 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે અત્યાર સુધી 22 ઈંચ સાથે સિઝનનો 66 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના 28 તાલુકામાં 40 ઈંચથી વધુ, 74 તાલુકામાં 19.72 ઈંચથી 38.96, 109 તાલુકામાં 9.88થી 19.68, 39 તાલુકામાં 4.96થી 9.84 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હાલ માત્ર 3 તાલુકા એવા છે જ્યાં 2થી 4.92 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છમાં 21 ઈંચ સાથે સૌથી વધુ 116 ટકા વરસાદ વરસ્યો છે. વલસાડમાં સૌથી વધુ 83 ટકા વરસાદ જ્યારે દાહોદમાં 8 ઈંચ સાથે વરસાદનુ પ્રમાણ માત્ર 29 ટકા છે.

જળાશયોમાં જળસંગ્રહ
રાજ્યમાં મેઘ મહેરના કારણે મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 25 જુલાઈ સુધીમાં 60.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,11,55 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 63.32 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 206 જળાશયોમાં 3,24,494 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 58.13 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયો(સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

18 જળાશયો હાઈ એલર્ટ પર
તમને જણાવી દઈએ કે રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ, 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ પર છે. 8 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર અને 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં જ સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો હોય તેવુ 2017 પછી પહેલી વાર બન્યુ છે. વર્ષ 2017માં જુલાઈના અંત સુધીમાં 26 ઈંચ સાથે 81 ટકા વરસાદ થયો હતો. ગયા વર્ષે 25 જુલાઈ સુધીમાં સિઝનનો 27 ટકા વરસાદ થયો હતો.












Click it and Unblock the Notifications
