અમદાવાદમાં આજે મધ્યમ વરસાદ, રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની વકી

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 71 તાલુકાઓમાં 1થી 11 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. જાણો હવામાન વિભાગની આગાહી.

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 71 તાલુકાઓમાં 1થી 11 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ઓરિસ્સા પર સક્રિય થયેલી લો પ્રેશરની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી અરબ સાગર તરફ આગળ વધવાની સંભાવના છે. જેના કારણે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી

આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી

આગામી 24 કલાકમાં લો પ્રેશરની સિસ્ટમના કારણે અરવલ્લી, ડાંગ, નવસારી, વડોદરા, તાપીમાં અતિ ભારે વરસાદ જ્યારે અમદાવાદ સહિત સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, વલસાડ, જામનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં મધ્યમ વરસાદ પડશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી આપી છે. 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, શાળા-કૉલેજો બંધ

સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, શાળા-કૉલેજો બંધ

15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં રેડ એલર્ટને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા અમરેલીમાં બે દિવસ શાળા-કૉલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. અમરેલીમાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર આવ્યા છે. વળી, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં વરસાદ થતા ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા.

કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો

કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યના 71 તાલુકાઓમાં 1થી 11 ઈંચ વરસાદ ગઈકાલે નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ડાંગના સુબીરમાં 9.5 ઈંચ, વલસાડના પારડીમાં 9 ઈંચ, વલસાડના ધરમપુરમાં 8.5 ઈંચ, નવસારીના ખેરગામમાં 7.5 ઈંચ, નવસારીના વાંસદા, વડોદરાના ડભોઈમાં પણ 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. વળી, ડાંગ, કરજણ, ડોલવણ, ગીરગઢડા, સૂત્રાપાડા, ડેડિયાપાડામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો હતો.

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, સાબારકાંઠા, અરવલી, મહીસાગર, પોરબંદર, જામનગર,ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, દમણ, દ્વારકા, નગરહવેલી, વલસાડ, નવસારી, ડાંગી, સુરત, નવસારી, છોટા ઉદેપુર, કચ્છ માટે કરી છે. વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ત્રણ કલાક સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. શહેરમાં અવિરત એક કલાક સુધી વરસાદ વરસતા ઠેર ઠેર સેક્ટરોમાં પાણી ભરાયા હતા. તેમજ ઓફિસ જવાનો સયમ હોવાથી ભારે ટ્રાફિક જામ પણ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X