દેવભૂમિ દ્વારકામાં બારે મેઘ ખાંગા, ઓરેન્જ એલર્ટ જાહેર, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાને વરસાદે ઘમરોળ્યુ

દેવભૂમિ દ્વારકાને વરસાદે ઘમરોળ્યુ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હેલ્પ લાઈન શરુ કરવામાં આવી છે. લોકોને 02833232215 તેમજ 7859923844 અને ટોલ ફ્રી નંબર 1077 આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે દ્વારકાને મેઘરાજાએ ઘમરોળી દેતા જગતમંદિર દ્વારકાધીશ ખાતે સુરક્ષાના ભાગ રુપે દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. નોંધનીય છે કે મંદિરના શિખર પર રોજ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. પરંતુ અવિરત વરસાદને પગલે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે તૌકતે વાવાઝોડામાં દ્વારકાધીશ મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી હતી.

જૂનાગઢના વંથલી ગામમાં 1 કલાકમાં 6 ઈંચ વરસાદ

જૂનાગઢના વંથલી ગામમાં 1 કલાકમાં 6 ઈંચ વરસાદ

રાજ્યના અનેક વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યુ છે. જેમાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, જામનગર અને કચ્છના નખત્રાણામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. જૂનાગઢના વંથલી ગામમાં 1 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં 2થી 3 કલાકમાં શહેર પાણી-પાણી થઈ ગયુ હતુ. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, વાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટા ઉદેપુર અને દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6, 7, 8 અને 9 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. માછીમારીને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X