ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો હવામાન અપડેટ.

અમદાવાદઃ રાજ્યમાં ફરીથી મેઘરાજાના સેકન્ડ રાઉન્ડનો આરંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે 100થી વધુ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 9 અને 10 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. નવા સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે આખા રાજ્યને વરસાદ મળશે.

આજે અહીં પડશે વરસાદ

આજે અહીં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં આજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદમાં ત્રણ દિવસ વરસાદની સંભાવના છે.

રાજ્યમાં સરેરાશ 76.21 ટકા વરસાદ

રાજ્યમાં સરેરાશ 76.21 ટકા વરસાદ

સોમવારે વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ચાર ઈંચ, હિંમતનગરમાં બે કલાકમાં 3.50 ઈંચ, બનાસકાંઠામાં લાખાણીમાં બે કલાકમાં બે ઈંચ સહિત કુલ પોણા ત્રણ ઈંચ, દાંતીવાડામાં બે કલાકમાં 2 ઈંચ, ડીસામાં અઢી ઈંચ, દાહોદના લીમખેડા-દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, પોરબંદરના રાણાવાવમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સરેરાશ 76.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ

નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ

નોંધનીય છે કે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી બંગાળની ખાડી સુધી હવાના નીચા દબાણનો વિસ્તાર સહિતની સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. આજે રાણાવાવમાં સવા બે ઈંચ, દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર, જૂનાગઢના કેશોદ-વંથલીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન પણ થાય તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X