ગુજરાત રાજ્યસભા ચૂંટણીનું મતદાન થયું પુર્ણ, બન્ને પક્ષોએ જીતવાની વાત કહી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ત્રણ સીટો માટે આજે ગુજરાત વિધાનસભામાં વોટિંગ શરૂ થઇ ગયું છે. ભાજપની તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બલવંત સિંહ રાજપૂત તો કોંગ્રેસની તરફથી અહમદ પટેલ આ ચૂંટણી માટે લડી રહ્યા છે. વોટિંગ શરૂ થઇ ગયું છે અને કોંગ્રેસના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા શંકર સિંહ વાઘેલા મત નાંખવા માટે પહોંચી ગયા છે. જો કે વોટ આપ્યા પછી શંકરસિંહ વાધેલાએ મીડિયા સામે ખુલ્લે આમ સ્પષ્ટ કર્યું ક ે તેમણે અહમદ પટેલને વોટ નથી આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ જીતવાની જ નથી તો તેને વોટ આપીને શું કરવાનું. આમ ગુજરાત રાજ્ય સભાની ચૂંટણીના પહેલા વોટથી જ ચૂંટણી રસપ્રદ થઇ ગઇ છે. 

Gujarat Rajya Sabha Election 2017

2:15 PM : રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ જીતવાની આશા વ્યક્ત કરી છે. અહમદ પટેલ પણ પોતે સારા મતોથી જીતવાની વાત કહી છે. 

12:50 PM ગુજરાત રાજ્યસભાતની ચૂંટણીમાં બપોરના 12:50 સુધીમાં ભાજપના 61 ધારાસભ્યો અને કોંગ્રેસના 43 ધારાસભ્યોએ પોતાનો વોટ આપ્યો છે. ત્યાં જ કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાએ કોંગ્રેસને 43 વોટ મળ્યા હોવાનો દાવો કર્યો છે. અને અહમદ પટેલની જીત માટે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

12:30 PM ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ મતદાન કર્યું. સાથે જ તેમણે આ ચૂંટણીમાં ભાજપની જીત થવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. આનંદીબેને વધુમાં જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણી માટે તેમની પાર્ટી લાંબા સમયથી તૈયારી કરી રહી હતી. અને હવે પરિણામો પણ તેમના તરફી જ રહેશે.

anandi

12:15 PM કોંગ્રેસના વધુ એક નેતાએ કર્યું ક્રોસ વોટિંગ. 44 ધારાસભ્યો જે બેંગલુરુ ગયા હતા તેમાંથી કરમસિંહએ ક્રોસ વોટિંગ કર્યું છે તેવું જાણવા મળ્યું છે. કુલ 3 કોંગ્રેસી નેતાઓએ ક્રોસ વોટિંગ કરાવતા કોંગ્રેસે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

11 AM : જનતા દળ યુનાઇટેડે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું પણ તેના એક માત્ર વિધાયક છોટૂભાઇ વાસવા બગાવત કરતા કોંગ્રેસને વોટ આપ્યો છે. જેના કારણે ભાજપમાં સોપો પડી ગયો છે. ક્રોસ વોટિંગ રમનાર ભાજપને હવે પોતાને ક્રોસ વોટિંગનો સામનો કરવાનો વખત આવ્યો છે. છોટુ ભાઇએ આ અંગે મીડિયાને જણાવ્યું કે તેમણે કોંગ્રેસને વોટ આપ્યો છે કારણ કે ગત 3 વર્ષથી દેશ મુશ્કેલીમાં મુકાયેલો છે તેમ કારણે તેમણે આ પગલું ભર્યું છે.

10:45 AM : અમિત શાહ, વિજય રૂપાણી અને સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભાની ચૂંટણી માટે તેમનો વોટ આપ્યો છે. વધુમાં એનસીપીના નેતાઓએ પણ મતદાન કર્યું હતું. અને તે પછી મીડિયાને જણાવ્યું હતું કે તેમણે પાર્ટી હાઇકમાન્ડના કહેવા મુજબ કોંગ્રેસને જ વોટ આપ્યો છે. 

amit shah

10 AM :સવારના 10 વાગ્યા સુધીમાં જેટલા નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વોટ નાંખવા માટે આવી રહ્યા છે તેમાં એક પછી એક લોકો મીડિયા સામે સ્વીકારી રહ્યા છે કે તેમણે કોંગ્રેસને વોટ નથી આપ્યો. અને તે ભાજપના નેતા બલવંત સિંહ રાજપૂતને વોટ આપી રહ્યા છે. મીડિયા સામે અનેક નેતાઓ તેમનો બળાપો નીકાળી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસે આટલા વર્ષોમાં તેમને નથી સાંભળ્યા એટલે તે આવું પગલું લઇ રહ્યા છે.

9 AM : પહેલા શંકર સિંહ વાઘેલાથી કોંગ્રેસને વોટ ન આપવાની શરૂઆત થઇ અને હવે એક પછી એક કોંગ્રેસના નેતાઓ જાહેરમાં કોંગ્રેસની મુશ્કેલી વધારી રહ્યા છે. જે જોતા અહમદ પટેલનું આ રાજ્યસભાની ચૂંટણીમાં જીતવું લગભગ અશક્ય બની ગયું છે. વધુમાં કોંગ્રેસના અન્ય સભ્યો દ્વારા પણ ક્રોસ વોટિંગ થવાની સંભાવના રહેલી છે. ત્યારે જોવાનું તે રહે છે કે મોદીના ચાણક્ય સામે શું સોનિયાના ચાણક્ય ટકી રહી છે? 

English summary
Gujarat Rajya Sabha Election 2017, here are latest updates.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.