#GujaratRS :ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના પરિણામ હાલ થોડીક જ વારમાં જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં જ્યાં એક તરફ ભાજપના ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીત પાક્કી જ માનવામાં આવે છે. ત્યાં જ ગુજરાત કોંગ્રસની પ્રતિષ્ઠા અને ભવિષ્ય આ ચૂંટણી જ નક્કી કરશે.  કોંગ્રેસી ઉમેદવાર અહમદ પટેલની જીત અને હાર પર આજે તમામ નજરો ગોઠવાયેલી છે. ત્યારે આ અંગેની તમામ જાણકારી વિષે પળે પળની માહિતી મેળવો અહીં...

gujarat election

2:00 AM કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની 44 વોટ સાથે થઇ જીત. સાથે જ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની પણ આ ચૂંટણીમાં જીત્યા તેવી જાણકારી સુત્રો પાસેથી મળી છે. 

1:30 AM લાંબા વાટાઘાટા પછી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઇ

11:40 PM ચૂંટણી પંચે કોંગ્રેસના બે નેતાઓના વોટ રદ્દ કર્યા. ભોલાભાઇ ગોહિલ અને રાધવજીભાઇ પટેલના વોટ રદ્દ કર્યા સાથે જ ચૂંટણી પંચે રીટર્નિંગ અધિકારીને મતગણતરી શરૂ કરવાનું જણાવ્યું.

10.45 PM ચૂંટણી પંચ 11.30 કલાકે મત ગણતરી અંગે પોતાનો નિર્ણય રિટર્નિંગ ઓફિસરને જણાવશે

10.10 PM રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ ધારાસભ્ય: પૂરા માન સાથે હું ભાજપને કહેવા માંગુ છું કે આ સત્યની લડાઇ છે અને ગાંધીજીના દેશમાં અસત્ય ઝાઝું ટકી નહીં શકે. ભાજપ શા માટે નાણાં મંત્રી, ઊર્જા મંત્રી, પેટ્રોલિયમ મંત્રી વગેરેને અહીં બોલાવી રહ્યું છે? આનો અર્થ તો એ જ છે કે, તે સત્યને દબાવવા માંગે છે.

9.55 PM કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ત્રીજી વાર દિલ્હી ખાતે ચૂંટણી પંચના કાર્યાલય પર પહોંચ્યા હતા. પરંતુ ચૂંટણી પંચના અધિકારીઓ બેઠકમાં વ્યસ્ત હોવાથી મળી શક્યા નહોતા.

8:15 PM રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પહેલા જ એક પછી એક કોંગ્રેસ અને ભાજપના તમામ મોટો નેતાઓએ દિલ્હી ખાતે ચૂંટણી કમિશ્નરની ઓફિસ ખાતે હાજરી આપવાની શરૂઆત કરી લીધી છે. બન્ને પક્ષો પોતાના મુદ્દા પર અટકીને ઊભા છે. અને સામ સામે દાવા કરી રહ્યા છે. 

7:50 PM અર્જૂન મોઢવાડિયા પછી આનંદ શર્માએ પણ કહ્યું કે હરિયાણામાં પણ આવું થતા વોટ રદ્દ કરવામાં આવ્યો હતો. તે જ રીતે ગુજરાતમાં પણ વોટ રદ્દ થવો જોઇએ.

7.41 PM કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદનું નિવેદન: કોંગ્રેસના આરોપો પોકળ, તેમણે સવારે કોઇ ફરિયાદ નહોતી કરી. મેં ચૂંટણી પંચની કોંગ્રેસની ફરિયાદ નકારવા વિનંતી કરી છે. એક વાર મત નંખાઇ ગયા પછી કંઇ ના થઇ શકે. કોંગ્રેસ સવારથી જીતનો દાવો કરે છે, હવે જ્યારે હાર દેખાઇ ત્યારે આવું કામ કરે છે.

7.39 PM અહમદ પટેલનું નિવેદન: મને પૂર્ણ વિશ્વાસ છે, મત ગણતરી શરૂ થવા દો. અમે તો સવારે જ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ અધિકારીએ કોઇ પગલું ના ભર્યું.

7:38 PM ભાજપે કોંગ્રેસના MLA શૈલેષ પરમાર અને મિતેશ પરમાર વિરુદ્ધ દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી. ભાજપના વરિષ્ઠ નેતા એમ.એ નકવી, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, રવિ શંકર, પીયૂષ ગોયેલ મળીને ચૂંટણી પક્ષ વિરુદ્ધ આ ફરિયાદ આપી છે.

7:30 PM તો બીજી તરફ ઉપ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું કે અહમદ પટેલની હાર નિશ્ચિત છે તે વાતની પચાવી ના શકવાના કારણે કોંગ્રેસ આવી કાયદાકીય વ્યૂહરચના ઊભું કરી રહ્યું છે. ગણતરી એક કલાકમાં પૂર્ણ થાય તેમ છે છતાં સાત વાગ્યા સુધી કોંગ્રેસ કાવા દાવા રમીને બધુ રોકી રાખે છે.

7:24 PM રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ બાદ હવે ભાજપ પણ દિલ્હીમાં ચૂંટણી આયોગ સમક્ષ પોતાની ફરિયાદ મૂકશે. ટૂંક સમયમાં જ ભાજપના નેતા પીયૂષ ગોઇલ અને અરુણ જેટલી ચૂંટણી પક્ષને મળશે

7:15 PM કોંગ્રેસની નારાજ ધારાસભ્યો શંકર સિંહ વાઘેલા ઘરે એક બેઠક કરશે. વધુમાં જો શંકર સિંહ વાઘેલા જો બલવંત સિંહ જીતે તો તેમને મળવા પણ જશે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે બલવંત સિંહ શંકર સિંહ વાઘેલાના પારિવારીક સગા પણ છે. 

7:00 PM દિલ્હીમાં સીઇસીની બેઠક શરૂ. ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની માંગણી પર આ બેઠકમાં કરવામાં આવશે ચર્ચા. કોંગ્રેસનો આરોપ છે કે તેના બે ધારાસભ્યોએ ભોળાભાઇ ગોહિલ અને રાધવજી પટેલના તેમના એજન્ટને પરચી બતવાના બદલે અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંત સિંહ રાજપૂતને આ પરચી બતાવી છે. આ માટે વીડિયો રેકોર્ડિંગનો પણ સહારો લેવામાં આવ્યો છે. કોંગ્રેસે જે ફરિયાદ દાખલ કરી છે તેની કોપી નીચે મુજબ છે. 

congress

6:50 દિલ્હીથી જ્યાં સુધી ચૂંટણી પંચનો જવાબ નહીં આવે ત્યાં સુધી મતગણતરી અટકાવવામાં આવી છે. આમ જોતા ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના પરિણામો લાંબાવાયા છે. 

6:45 PM કોંગ્રેસ તેની ફરિયાદ લઇને દિલ્હી ખાતે ચૂંટણી પંચ પાસે પહોચ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અંગે દિલ્હીમાં પણ કોંગ્રેસની એક બેઠક મળી છે. જો આ બે કોંગ્રેસી નેતાઓનો મત ચૂંટણી પંચ રદ્દ કરે છે તો તેનો સીધો ફાયદો અહમદ પટેલને થાય છે અને તેમના જીતવાની સંભાવના પાક્કી થઇ જાય છે. જો કે ભાજપે આ અંગે વિરોધ નોંધાવ્યો છે કે કોંગ્રેસે આ મામલે પહેલા કેમ અરજી ના કરી અને મતગણતરી વખતે આ માંગણી કરી છે?

6:15 PM : ચૂંટણી પંચે કોંગ્રેસની મત રદ્દ કરવાની માંગણી ફગાવી. તે પછી ચૂંટણી પક્ષ સમક્ષ આ વાતના પુરવા માટે વીડિયો રેકોર્ડિંગ પણ સહારો લીધો. 7 વાગ્યા સુધીમાં પરિણામો બહાર આવશે તેવી સંભાવના. મતગણતરી માટે ચૂંટણી ઓબર્ઝવર બી.બી.સ્વેન પહોંચ્યા રાજ્યસભા.

5:30 PM તો બીજી તરફ ગાંધીનગર અને કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓ જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છેે કે અમિત શાહની આ પહેલી રાજ્યસભાની ચૂંટણી છે. ત્યારે અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની જીત આ ચૂંટણીમાં પાક્કી જ માનવામાં આવી રહી છે. 

bjp

5:10 PM કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પરિણામની ગણતરીની પ્રક્રિયા અટકાવી. શક્તિસિંહ ગોહિલે તેમના જ બે ધારાસભ્યો ભોળાભાઇ ગોહિલ અને રાધવજી પટેલના મત રદ્દ કરવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે આ બન્ને નેતાઓએ તેમના મતની પરચી બતાવીને ચૂંટણીના નિયમોનું ઉલ્લંધન કર્યું છે. આ બાદ ચૂંટણી પરિણામોમાં વિલંબ થયો છે.

English summary
Gujarat Rajya sabha Election 2017 Result Live. Read here all the update and news on it in gujarati

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.