રેમન્ડે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ ખર્યું

પર્યાવરણ જાળવણીના નિયમોના ઉલ્લંઘનના મુદ્દે જીપીસીબીએ ગયા સપ્તાહે કંપનીને એક ક્લોઝર નોટિસ મોકલી હતી. આ અંગે જીપીસીબીના ઇન્ચાર્જ સેક્રેટરીનું કહેવું છે કે રેમન્ડની વેસ્ટ વોટર ડિસ્ચાર્જની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યા બાદ કંપનીને નોટિસ પાઠવવામાં આવી હતી. તૂટેલી પાઇપમાંથી ગંદુ પાણી બહાર આવે છે. જેના કારણે વીજ જોડાણોને અસર પડી રહી છે.
આ સપ્તાહના પ્રારંભમાં બીએસસી સાથેના ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે કંપની નોટિસના પગલે પોતાનું કામકાજ બંધ કરે છે. આ સાથે તેણે રિવોકેશન એપ્લિકેશન પણ કરી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ઉદવાડા પાસે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટને પર્યાવરણ જાળવણીના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે નોટિસ મળી હતી. આ ઉપરાંત જીપીસીબીએ અન્ય સમાન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને પણ નોટિસ આપી છે.












Click it and Unblock the Notifications
