રાજ્યમાં સિઝનનો 43.77 ટકા વરસાદ નોંધાયો, કચ્છ ઝોનમાં સૌથી વધુ 112.07 ટકા વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ઓછા વરસાદ માટે જાણીતા કચ્છ જિલ્લામાં સૌથી સારો વરસાજ જોવા મળ્યો છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 164 એમએમ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 150 એમએમ એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Rain

રાજ્યના અન્ય 5 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ, બે તાલુકાઓમાં 4 ઇંચ, 10 તાલુકાઓમાં 3 ઇંચ, 28 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને અન્ય 59 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, 10 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 147 એમએમ, કચ્છના અબડાસમાં 132 એમએમ, બનાસકાંઠાના સુઈગામમાં 130 એમએમ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 128 એમએમ, રાજકોટના ઉપલેટામાં 126 એમએમ, સાબરકાંઠાના તલોદમાં 119 એમએમ, અને જુનાગઢના વંથલીમાં 105 એમએમ, મળી કુલ પાંચ તાલુકાઓમાં સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે.

આ સિવાય સાબરકાંઠા તલોદમાં 119 એમએમ, અને જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 105 એમએમ એટલે કે સરેરાશ 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય કુલ 10 તાલુકાઓમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં 97 એમએમ, રાજકોટના ગોંડલમાં અને બોટાદના બરવાળામાં 89 એમએમ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 88 એમએમ, બોટાદના ગઢડામાં 83 એમએમ, જૂનાગઢના કેશોદ અને બનાસકાંઠાના વડગામમાં 82 એમએમ, કચ્છના રાપરમાં, ખેડાના નડિયાદમાં અને મહેસાણાના કડીમાં 76 એમએમ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કુલ 28 તાલુકાઓમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં 74 એમએમ, વલસાડના વાપીમાં 73 એમએમ, જુનાગઢના માંગરોળ, રાજકોટમાં અને બનાસકાંઠાના દાંતીવાડામાં 72 એમએમ, વલસાડના કપરાડા અને અરવલ્લીના ધાનસુરામાં 70 એમએમ, પાટણના સિદ્ધપુરમાં 69 એમએમ, રાધનપુરમાં 66 એમએમ, રાજકોટના જામકંડોરણા, ધોરાજી અને અરવલ્લીના બાયડમાં 64 એમએમ, રાજકોટના જેતપુરમાં 63 એમએમ, જુનાગઢના માળીયા હાટીનામાં 62 એમએમ, જુનાગઢમાં 58 એમએમ, જુનાગઢ શહેરમાં 58 એમએમ, જુનાગઢના મેંદરડામાં 57 એમએમ, આણંદના ખંભાતમાં અને મહેસાણાના સતલાસણામાં 56 એમએમ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અને મોરબીમાં 55 એમએમ, ખેડાના કપડવંજમાં 54 એમએમ, મહીસાગરના વીરપુરમાં 53 એમએમ, રાજકોટના જસદણમાં અને બનાસકાંઠાના પાલનપુરમાં 52 એમએમ, આણંદના પેટલાદમાં 51 એમએમ અને વલસાડના ધરમપુર અને બનાસકાંઠાના દાંતામાં 50 એમએમ એમ કુલ 28 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય 59 તાલુકાઓમાં 1 ઇંચ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X