For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Region-wise Result : ગુજરાતમાં શહેરમાં ભાજપ, ગ્રામ્યમાં કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા પ્રમાણે પરિણામ જોઇએ છીએ તો સમજાય છે કે ભાજપ જ્યાં શહેરોમાં જીત્યું છે ત્યાં જ કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં સારો પ્રતિસાદ મેળવી શક્યું છે. આ અંગે વધુ વાંચો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત મળ્યો છે. પણ ગ્રામ્ય બેઠકો પર કોંગ્રેસે ભાજપનો સફાયો કર્યો છે તેવું પરિણામો બતાવે છે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે બાજી મારી છે તો સુરત, રાજકોટ, વડોદરામાં કોઇક રીતે ભાજપ તેની શાન બચાવી રાખવામાં સફળ ગયું છે. જિલ્લાની રીતે જો આ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો લોકોનો મત સ્પષ્ટ થાય છે. ગામમાં ખેડૂતોના પ્રશ્નોને નજર અંદાજ કરવાની ભાજપને મોટી કિંમત ચૂકવી છે. કોંગ્રેસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટી સંખ્યામાં બેઠકો મેળવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને 30 જેટલી બેઠકો મળી છે તો ભાજપને 23 જેટલી બેઠકો. વાવ જેવી મહત્વની બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા શંકર ચૌધરીએ હારનો સામનો કર્યો છે. ત્યારે જિલ્લા હિસાબે આ ચૂંટણીના પરિણામો શું કહે છે જાણો અહીં...

રાજકોટ

રાજકોટ

રાજકોટમાં ભાજપના ફાળે 6 સીટો ગઇ છે. અને કોંગ્રેસને ખાલી બે બેઠકો મળી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ હાર્દિક પટેલે અહીં વિશાળ સભા કરી હતી. અને લોકોને ભાજપના વિરુદ્ધ વોટ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં સુરત અને વરાછામાં પણ ચોંકવનારા પરિણામો જોવા મળ્યા છે. સુરત જેને પાટીદારોનું ગઢ મનાય છે ત્યાં ભાજપને 16 માંથી 15 બેઠકો મળી છે અને ખાલી 1 જ બેઠક કોંગ્રેસને ફાળે ગઇ છે.

વડોદરા અને અમદાવાદ

વડોદરા અને અમદાવાદ

વડોદરામાં 8 બેઠકો ભાજપને મળી છે અને 2 બેઠક કોંગ્રેસને મળી છે. તો અમદાવાદમાં પણ ભાજપને 15 સીટો મળી છે અને 6 સીટો કોંગ્રેસને ગઇ છે. જો કે આ તો વાત થઇ શહેરી વિસ્તારોની પણ ડાંગ, નર્મદા, જૂનાગઢ જેવા વિસ્તારોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. અને અહીં કોંગ્રેસનો પંજો દેખાયો છે. વળી છોટુ ભાઇ વસાવા સાથે કોંગ્રેસે કરેલ ગઠબંધનને પણ તેને ફાયદો અપાવ્યો છે.

ગ્રામ્ય વિસ્તારો

ગ્રામ્ય વિસ્તારો

જો કે સુરત, વડોદરા, અમદાવાદ, ભુજ, ભાવનગર, રાજકોટ, મહેસાણા, જેવા તમામ મોટા શહેરો જેની વસ્તી 10 લાખથી વધુ છે તે તમામ પર ભાજપનો એક પક્ષીય વિજય થયો છે. પણ તે છોડીને નાના કે મધ્ય શહેરોમાં જાવ ત્યાં કોંગ્રેસનો પંજો દેખાય છે. જે મહત્વની વાત છે.

ભાજપ

ભાજપ

આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત પણ થઇ છે બહુમતી પણ મળી છે. પણ તેમ છતાં આ જીતની ખુશી રંગેચંગે મનાવી શકે તેવી સ્થિતિમાં તે હવે નથી રહ્યું. વળી 150 સીટની આશ તો ભાજપ માટે બિલકુલ ઠગારી નીવડી છે. ત્યારે ભાજપને હવે ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરવાની સખતની જરૂર ઊભી થઇ છે.

English summary
Gujarat Region-wise Counting: Where BJP wins and congress lost.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X