Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત સરકારે 6 ક્ષેત્રો માટે પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનની જાહેરાત કરી, 15 લાખ કરોડનું રોકાણ થશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે તૈયાર કરવામાં આવેલ પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાનનું મહેસાણા ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સમાં અનાવરણ અને લોકાર્પણ કર્યું.

ગુજરાતની અર્થવ્યવસ્થાને ગતિ આપવા અને સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં સમૃદ્ધિ પહોંચાડવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.

Regional Economic Master Plan

આ માસ્ટર પ્લાન ગુજરાતના છ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આર્થિક પ્રદેશોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે: ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરત સામેલ છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની અર્થવ્યવસ્થાને 3.5 ટ્રિલિયન ડોલરથી વધુ સુધી વિસ્તૃત કરવાનો છે.

આ છ પ્રાદેશિક માસ્ટર પ્લાન હેઠળ 500થી વધુ પ્રોજેક્ટમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર દ્વારા 15 લાખ કરોડનું જંગી રોકાણ આયોજિત છે.

આર્થિક વિકાસનો લાભ રાજ્યના યુવાનો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા તમામ પ્રદેશોમાં ઉદ્યોગોના સહયોગથી રિજનલ સ્કિલિંગ સેન્ટર્સ અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે.

આ કેન્દ્રો ગ્રીન સ્કિલ્સ, બ્લુ ઈકોનોમી, લોજિસ્ટિક્સ અને AI એકેડમીઝ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ આર્થિક પ્રવૃત્તિઓ અને પહેલથી રાજ્યના યુવાનો માટે અંદાજે 28 મિલિયન નવી રોજગારની તકો ઊભી થવાની ધારણા છે.

આ પ્રાદેશિક માસ્ટર પ્લાન દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન શક્તિ સાથે જોડાયેલા આગામી સમયના (ફ્યુચરિસ્ટિક) ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.

  • એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ : વેલ્યુ એડિશન અને ટેકનોલોજી આધારિત ઇનોવેશન દ્વારા ઇલેક્ટ્રિક વાહનો (EVs), બેટરી સ્ટોરેજ, મરીન કેમિકલ્સ, બાયોલોજિક્સ, ઔદ્યોગિક સિરામિક્સ અને બાયોફ્યુઅલ્સ જેવા ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવશે.
  • સેવા ક્ષેત્ર (સર્વિસ સેક્ટર) : 2047 સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થામાં સેવા ક્ષેત્રનો હિસ્સો 51% સુધી વધારવાનો લક્ષ્ય છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs), ક્લિનિકલ રિસર્ચ, લોજિસ્ટિક્સ, પ્રોડક્ટ ડિઝાઇન અને BFSI (બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, અને વીમા) જેવા ઉભરતા ક્ષેત્રો કુશળ રોજગારમાં વૃદ્ધિ લાવશે.
  • પ્રવાસન : મેડિકલ વેલ્યુ ટ્રાવેલ, હેરિટેજ ટુરિઝમ, ઇકો-ટુરિઝમ, ક્રૂઝ ટુરિઝમ અને આધ્યાત્મિક અને વેલનેસ ટુરિઝમ દ્વારા પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ આપવામાં આવશે.
  • બ્લુ ઈકોનોમી : ગુજરાતનો 2,240 કિલોમીટર લાંબો દરિયાકિનારો પોર્ટ લોજિસ્ટિક્સ, શિપબિલ્ડિંગ, માછલીની પ્રોસેસિંગ અને નિકાસ, મેરીટાઇમ ટુરિઝમ અને મરીન ઇનોવેશન માટે ઉપયોગમાં લેવાશે. આનાથી માછીમાર સમુદાયને સશક્ત બનાવવામાં આવશે અને નવી રોજગારની તકો ઊભી થશે.
  • ગ્રામીણ અર્થતંત્ર અને ટકાઉ વિકાસ : એગ્રો-પ્રોસેસિંગ અને ડેરી ઉદ્યોગમાં એગ્રી-ટેક અને હાઈ-વેલ્યુ પ્રોડક્ટ્સ (રેડી-ટુ-ઈટ ફૂડ્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, પ્રોટીન સપ્લિમેન્ટ્સ) પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રામીણ અર્થતંત્રમાં મૂલ્યવર્ધન કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ, સર્ક્યુલર ઈકોનોમી પહેલ અને ગ્રીન મેન્યુફેક્ચરિંગ સસ્ટેનેબિલિટીના એજન્ડાને આગળ ધપાવશે.

આ વિકાસ યોજનાના કેન્દ્રમાં મજબૂત માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. આગામી 22 વર્ષોમાં કોસ્ટલ રેલવે, હાઇ-સ્પીડ ઇન્ટર-સ્ટેટ રેલ કોરિડોર અને સી-લિંક પ્રોજેક્ટ્સનું અમલ કરાશે. કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટના વિસ્તરણ સાથે નવા કાર્ગો ટર્મિનલ્સ અને કોલ્ડ ચેઇન્સની સ્થાપના પણ કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X