ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

Read Also: ગુજરાતભરમાંથી પકડાઇ રહી છે બેનામી સંપત્તિ

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

RBIના સહકારી બેંકોના નિર્ણય સામે રાદડિયાની નારાજગી

RBIના સહકારી બેંકોના નિર્ણય સામે રાદડિયાની નારાજગી

આરબીઆઈ દ્વારા જિલ્લા સહકારી બેન્કોમાં જૂની નોટના એક્સચેન્જ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના પગલે ગુજરાતમાં 1300 થી વધુ જિલ્લા સહકારી બેન્કોમાં આજથી જૂની નોટો બદલવાનું કામ બંધ થયું છે. આ અંગે વિરોધ વ્યક્ત કરતા ભાજપન સાંસદ અને સહકારી બેંકના અગ્રણી વિઠ્ઠલ રાદડિયાએ જણાવ્યું હતું કે આ નિર્ણય ખેડૂતોના હિતમાં નથી. એટલું જ નહીં આ માટે રાદડિયાએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આરબીઆઈને ફરિયાદ મળી હતી કે સહકારી બેન્કમાં ખેડૂતોને જૂની નોટ બદલી આપવાને બદલે કાળા નાણાંને ધોળા કરવાની ગેમ ચાલી રહી છે જેથી આરબીઆઈએ નોટો નહીં બદલી આપવાનો આદેશ કર્યો છે.

અમદાવાદ - વડોદરા હાઇવે પર અકસ્માત, 3ના મોત

અમદાવાદ - વડોદરા હાઇવે પર અકસ્માત, 3ના મોત

આજે અમદાવાદ -વડોદરા હાઇવે પર વહેલી સવારે બસ અને આઇસર ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. બંને વાહનો સામસામે ધડાકા સાથે અથડાયા હતા. જેમાં 3 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

અસ્થિર મગજનો યુવાન ચઢયો અધિક કલેક્ટર બંગલાના ધાબે

અસ્થિર મગજનો યુવાન ચઢયો અધિક કલેક્ટર બંગલાના ધાબે

જામનગરમાં અસ્થિર મગજનો યુવાન અધિક કલેક્ટરના બંગલાના ઉપરના ભાગે ચઢી ગયો હતો. તેના કારણે ફાયર બિગ્રેડના જવાનોને બોલાવાવની ફરજ પડી હતી. નોંધનીય છે કે અધિક કલેક્ટરનો આ બંગલો ઘણા સમયથી બંધ હતો, તેથી આ યુવાન ક્યારે ચઢ્યો તેની કોઈને ખબર નહોતી પડી, પરંતુ યુવાનના ઉપર ચઢ્યા બાદ લોકોની નજર પડતા ફાયરને જાણ કરવામાં આવી હતી. આ ઘટના જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મુખ્યમંત્રીએ કર્યું જેનરિક દવાના સ્ટોરનું ઉદ્ધાટન

મુખ્યમંત્રીએ કર્યું જેનરિક દવાના સ્ટોરનું ઉદ્ધાટન

રાજ્યમાં વાઇરલ તાવના દર્દીઓને દવા પાછળ થતો ખર્ચો ઓછો થાય તે માટે આજથી રાજ્યભરમાં જેનરિક દવાના 50 સ્ટોર એકસાથે શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવો જ એક સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો વી.એસ. હોસ્પિટલમાં કાયદા પ્રધાન પ્રદિપસિંહ જાડેજાના હસ્તે જેનરિક દવાના સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીએ દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરના નામે જેનરિક દવાની દુકાનનું સવારે લોકાર્પણ કર્યું હતું. જ્યાં દર્દીને નજીવા દરે દવાઓ મળી શકશે.

શામળાજીમાં ભગવાનને દાન કર્યો 35 ગ્રામ સોનાનો હાર

શામળાજીમાં ભગવાનને દાન કર્યો 35 ગ્રામ સોનાનો હાર

દેવ ઉઠી અગિયારસના દિવસે શામળાજી ખાતે કાળિયા ઠાકરના ચરણોમાં એક ભાવિક ભક્તે 35 ગ્રામ સોનાનો હાર અપર્ણ કર્યો હતો. દેવઉઠી અગિયારસ પ્રસંગે ઠાકોરજીને તુલસી વિવાહ કરાવનાર યજમાન પરિવાર વિષ્ણુભાઈ પ્રજાપતિ તરફથી આ 35 ગ્રામ સોનાનો હાર તેમજ બંસરી અને ઝાંઝર અર્પણ કરવામાં આવ્યા હતા.

વીકએન્ડમાં લોકો ઉમટ્યા નોટો બદલાવવા

વીકએન્ડમાં લોકો ઉમટ્યા નોટો બદલાવવા

ગુજરાતીઓ રજાને મજાથી માણતા ગુજરાતીઓ આ શનિ રવિની રજામાં ખાવાની ગલ્લા કરતા બેંકની લાઇનો ઊભા રહીને વીતાવ્યો હતો. રવિવારે મોટી સંખ્યામાં લોકો એટીએમ અને બેંકો આગળ લાઇન લગાવીને ઊભેલા જોવા મળ્યા હતા. અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલી એડીસી બેન્કે નાણા જમા કરાવવા આવતા ગ્રાહકો તથા દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા હેઠળ ખુરશીઓ પણ મૂકી આપી હતી. તો વાસણાના ધરણીધર વિસ્તારમાં પણ બેંકોએ શામિયાળા ઉભા કર્યા છે જેથી લોકોને તડકામાં ન ઉભા રહેવું પડે.જોકે બેંકોની બહાર લોકોએ આડેધડ વાહનો પાર્ક કરતા ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે.

વોટ્સઅપની અફવાઓ પર રાજકોટ કમિશ્નરે આપી સ્પષ્ટતા

વોટ્સઅપની અફવાઓ પર રાજકોટ કમિશ્નરે આપી સ્પષ્ટતા

રાજકોટના પોલીસ કમિશ્નર વોટ્સઅપ અને સોશ્યલ મીડિયા પર ફેલાઇ રહેલી અફવાઓ પર સ્પષ્ટતા આપી છે. નોંધનીય છે કે સોશ્યલ મીડિયા પર હાલ તેવી અફવાઓ ચાલી રહી છે કે લગ્નની કંકોત્રી પર જો એરિયાના ડિસીપી મોહર લગાવે તો આરબીઆઇથી તમે 5 લાખ રૂપિયા નીકાળી શકો છો. જો કે આ મામલે કમિશ્નરે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આવી કોઇ જાહેરાત સરકાર તરફથી કરવામાં નથી આવી. માટે આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.

English summary
13th november 2016, Gujarat's top regional bullet news.
Please Wait while comments are loading...