For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલીમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અત્યાધુનિક માર્કેટયાર્ડ

|
Google Oneindia Gujarati News

market-yard-mareli
ગાંધીનગર, 5 ઓક્ટોબરઃ આગામી ત્રણ વર્ષની અંદર ગુજરાતમાં સૌથી મોટું અને આધુનિક સુવિધાઓથી સજ્જ માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રમાં નિર્માણ પામવાનું છે. સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લામાં રાજ્યનું આ સૌથી મોટું માર્કેટયાર્ડ બનવાનું છે, જે અંગેની જાહેરાત અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા કરવામાં આવી છે. 50 એકર જમીનમાં અંદાજે 120 કરોડ રૂપિયાનો ખર્ચ તેના નિર્માણ માટે કરવામાં આવનારો છે.

આ યાર્ડ શહેરની મધ્યમાં આવેલુ છે, એક સમયે આ યાર્ડ સુવિધાઓથી ભરપૂર હતું, પરંતુ સમયની સાથોસાથ હવે માર્કેટયાર્ડને વિસ્તારવાની પણ જરૂર જણાઇ રહી છે. અહીં ખેતપેદાશોની આવક મોટા પ્રમાણમાં છે અને મોટી માત્રામાં ખેડૂતો અહીં પોતાની ખેતપેદાશો લઇને આવતા હોવાથી તેમને અને શહેરીજનોને ટ્રાફિક સમસ્યા સહિતની હાલાકી ભોગવવી પડી રહી છે, જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસોના ભાગરૂપે તેને વિસ્તારવાનું વિચારવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, આ યાર્ડ માત્ર મોટું જ નહીં હોય પરંતુ ભારતનું એકમાત્ર યાર્ડ હશે જે સરકારી સહાય કે પછી બેન્ક લોન વગર તૈયાર કરવામાં આવશે. રાજ્યનું સૌથી મોટું યાર્ડ અમરેલીમાં બનવા જઇ રહ્યું હોવાની વાત માત્ર માલુમ પડતાં આસપાસના વિસ્તારોમાં ખેતીકામ કરતા ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને તેઓ આ નવા યાર્ડની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

English summary
gujarat's biggest market yard will develop in amreli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X