For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુબઇ ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં રોકાણ કરે એવી ગુજરાત સરકારની ઇચ્છા

|
Google Oneindia Gujarati News

dubai-investments
દુબઇ, 10 ઑક્ટોબર : ગુજરાતમાં રોકાણની તકોનો લાભ લેવા માટે દુબઇની એક અગ્રણી રોકાણ કંપનીને ગુજરાતના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપ્યું છે.

દુબઇ ઇન્વેસ્ટમેન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ ખાલિદ બિન ખલ્બનની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં ગુજરાતના પ્રતિનિધિમંડળે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં ગુજરાતમાં રોકાણની તકો, દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ગુજરાતની સ્થિતિ વગેરે બાબતો અંગે રજૂઆત કરી હતી.

આ બેઠક ગુજરાત સરકારની દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં ગુજરાતમાં રોકાણ ખેંચી લાવવાના પ્રયાસના ભાગરૂપે છે. ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આશાસ્પદ રોકાણકારો સમક્ષ ગુજરાતમાં રોકાણની તકોની રજૂઆત કરી તેમને રાજ્યામાં રોકાણ કરવા પ્રેરી રહ્યા છે.

આ અંગે ગુજરાતના ઇન્ડસ્ટ્રી કમિશનર કમલ દાયાણીએ જણાવ્યું કે "છેલ્લે યોજવામાં આવેલી સમિટમાં વિવિધ 100 દેશોએ ગુજરાતીન મુલાકાત લીધી હતી. તેમણે બિઝનેસનો વિસ્તાર કરવા માટે વિવિધ તકોની શક્યતા ચકાસી હતી. અમે દુબઇ ઇન્વેસ્ટમેન્ટનો સંપર્ક સાધ્યો છે અને ગુજરાતમાં થતા વિકાસની સાથે તેમને અહીં રોકાણ કરવાની ઓફર પણ આપી છે."

ગુજરાતથી જે પ્રતિનિધિમંડળ દુબઇની મુલાકાતે છે તેમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ પ્રાઇવેટ લિમિટેડના સ્પેશ્યલ કમિશનર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ સ્પેશ્યલ ડાયરેક્ટર એ કે વિજય કુમાર, અતુલ લિમિટેડના જનરલ મેનેજર - બિઝનેસ ડેવલપમેન્ટ અજિતસિંઘ એમ બત્રા વગેરેનો સમાવેશ થાય છે.

English summary
A high-level delegation from Gujarat has invited Dubai Investments, the largest investor firm listed on the financial market here, to tap the vast opportunities that the state offers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X