Punjab flood : પંજાબના પૂર પીડિતો માટે ગુજરાતથી 400 ટન રાહત સામગ્રી મોકલાઈ
Punjab flood : ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પંજાબના લોકોની વહારે ગુજરાત આવ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશનથી એક વિશેષ રાહત ટ્રેનને પ્રસ્થાન કરા પૂરગ્રસ્તો માટે 400 ટન ખાદ્ય સામગ્રી અને 70 ટન દવાઓ સહિતની જીવન જરૂરી વસ્તુઓ મોકલવામાં આવી છે.
ગુજરાત સરકારે પંજાબના જરૂરિયાતમંદોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સઘન પ્રયાસો કર્યા છે. આ રાહત કાર્યમાં ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ વિભાગ, અને આરોગ્ય વિભાગ જેવા અનેક સરકારી વિભાગોએ સંકલન કરીને કામ કર્યું છે.

આ ખાસ રાહત ટ્રેનમાં લોટ, ચોખા, તેલ, ખાંડ, બટાકા, ડુંગળી અને દૂધ પાવડર જેવી આવશ્યક ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી છે. આ ઉપરાંત 10,000 નંગ તાલપત્રી, 10,000 મચ્છરદાની અને 10,000 બેડશીટ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ સામેલ છે.
ગુજરાત સરકારે માત્ર પંજાબ જ નહીં, પરંતુ છત્તીસગઢના પૂર પીડિતો માટે પણ મદદનો હાથ લંબાવ્યો છે. સરકારે પંજાબ અને છત્તીસગઢ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓને પાંચ-પાંચ કરોડ રૂપિયાની નાણાકીય સહાયના ચેક મોકલી આપ્યા છે.
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 22 વેગન ધરાવતી આ રાહત ટ્રેનમાં ઘઉંથી લઈને કપડાં સુધીની વિવિધ ચીજવસ્તુઓ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ આશરે 8,000 જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે.












Click it and Unblock the Notifications
