ગુજરાત : સરકારની સ્ટેમ્પ ડ્યુડીની આવકમાં 500 કરોડનું ગાબડું

ગુજરાત સરકારે સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીનો વાર્ષિક ટાર્ગેટ રૂપિયા 5000 કરોડ રાખ્યો હતો અને તેમાં રૂપિયા 500 કરોડનું ગાબડુ પડી ગયું છે. આ વર્ષે 31મી માર્ચ સુધીમાં ગુજરાતના મહેસુલ વિભાગનો રૂપિયા 5000 કરોડનો ટાર્ગેટ પૂરો કરવાનો હતો. પરંતુ તે માત્ર રૂપિયા 4409 કરોડ જ મેળવી શકયું છે. આ વિભાગને સ્ટેમ્પ ડયુટીના કંપની રજીસ્ટ્રારની કચેરી અને કેટલીક પેન્ડીંગ ફીમાંથી લગભગ રૂપિયા 40 થી 50 કરોડ મળવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મહેસુલ વિભાગ રિવાઇઝડ એસ્ટીમેટ રૂપિયા 4800 કરોડ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગયુ છે. અગાઉના વર્ષમાં વાસ્તવિક કલેકશન રૂપિયા 4670 કરોડ થયુ હતુ. 2011-12માં સરેરાશ માસિક આવક રૂપિયા 389.19 કરોડ હતી જે 2012-13માં ઘટીને રૂિપયા 367.47 કરોડની થઇ છે.
આજ રીતે સરેરાશ માસિક દસ્તાવેજ રજીસ્ટ્રેશન ફી કલેકશન ફી 2011-12માં રૂપિયા 75615 હતુ. તે ઘટીને રૂપિયા 72684 થયું છે. ગયા નાણાકીય વર્ષના અંતે કુલ 8,72,205 દસ્તાવેજો થયા હતા જેની સરખામણીમાં ગયા વર્ષે 9,07,375 થયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સતત ત્રીજું વર્ષ છે કે જયારે રાજય સરકાર સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીનું કલેકશન રૂપિયા 5000 કરોડથી આગળ વધારી શકી નથી. જયારે વેટ અને અન્ય ટેકસની આવકમાં ધરખમ વધારો થયો છે.
ગુજરાત સરકારે અમદાવાદમાંથી સૌથી વધુ આવક મેળવી છે. 2012-13માં અમદાવાદ જિલ્લામાંથી રૂપિયા 1390 કરોડ મળ્યા હતા. સુરત, વડોદરા અને રાજકોટ એમ અન્ય ત્રણ જિલ્લામાંથી પણ સરકારને આવક થઇ છે. સુરતમાંથી રૂપિયા 556 કરોડ, વડોદરામાંથી રૂપિયા 272 કરોડ અને રાજકોટમાંથી રૂપિયા 221 કરોડની આવક થઇ છે. આ ત્રણ મુખ્ય જિલ્લાઓ પછી કચ્છમાંથી સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફી પેટે રૂપિયા 110 કરોડ મળ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટેમ્પ ડયુટી અને પ્રોપર્ટી રજીસ્ટ્રેશન ફી જોતા 2012-13માં ગુજરાતમાં રિઅલ એસ્ટેટ ઉદ્યોગ રૂિપયા 76,271 કરોડ ઉપર પહોંચ્યો છે. જો કે સ્ટેમ્પ ડયુટી ન ચુકવવા જે રીત અપનાવાય છે તે અલગ બાબત છે.












Click it and Unblock the Notifications
