Gujarat Weather Alert : માર્ચમાં જ પરસેવે રેબઝેબ થવા તૈયાર થઈ જાવ, હવામાનની આગ ઝરતી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમી વધી રહી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ગરમી વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 3-4 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે છે. જો કે, આ ઓછા સમય માટે રહેશે અને તર0ત જ તાપમાન ફરી ઉંચકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ, ભાવનગર, આણંદ, અરવલ્લી, ખેડા, અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેશે. અન્ય શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળામાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ગરમી વધુ તીવ્ર બની શકે છે.
જણાવી દઈએ કે, ભારતીય હવામાન વિભાગ તેમજ જાણીતા તમામ હવામાનશાસ્ત્રીઓએ આ વર્ષે ઉનાળો ગરમ રહેવાની આગાહી કરી છે.
આ વર્ષે શિયાળો નાનો રહ્યો છે અને ફેબ્રુઆરીમાં જ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે માર્ચ મહિનામાં ઉનાળો પુરા રંગમાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
