બંદરોથી આ વ્યક્તિને છે એવો લગાવ, પોતાના હાથે ખવડાવે છે 1700 રોટલીઓ
ગુજરાતના અમદાવાદમાં એક વ્યક્તિ આખા શહેરમાં મંકીમેન નામે જાણીતો છે. આ નામ પાછળ કોઈ વિચિત્ર કારણ નહિ પરંતુ વાંદરા સાથે તેની ખાસ દોસ્તી છે.
ગુજરાતના અમદાવાદમાં એક વ્યક્તિ આખા શહેરમાં મંકીમેન નામે જાણીતો છે. આ નામ પાછળ કોઈ વિચિત્ર કારણ નહિ પરંતુ વાંદરા સાથે તેની ખાસ દોસ્તી છે. અમદાવાદના સ્વપ્નિલ સોનીને બંદરો સાથે એટલો લગાવ છે કે તે રોજ તેમને જાતે રોટલી ખવડાવે છે. સ્વપ્નિલ છેલ્લા 10 વર્ષોથી સતત વાંદરાઓને રોટલી ખવડાવી રહ્યો છે. તે દર સોમવારે 1700 રોટલીઓ બનાવડાવે છે અને પછી પોતાના હાથે બધા બંદરો-લંગૂરોને રોટી ખવડાવે છે.

અમદાવાદના સ્વપ્નિલ સોની છેલ્લા 10 વર્ષોથી દર સોમવારે બંદરો-લંગૂરોને રોટલીઓ ખવડાવી રહ્યા છે. ભગવાન હનુમાનના પરમ ભક્ત સ્વપ્નિલ દર સોમવારે 1700 રોટલીઓ બનાવડાવે છે અને પછી તેને 500 બંદરો-લંગૂરોને ખવડાવે છે. સ્વપ્નિલ અને બંદરો વચ્ચે સંબંધ એવો બની ગયો છે કે હવે બંદર પણ તેમની રાહ જુએ છે. સ્વપ્નિલે જણાવ્યુ કે તે છેલ્લા 10 વર્ષોથી નિયમિત આમ કરી રહ્યા છે.
Ahmedabad based Swapnil Soni makes 1700 rotis each Monday to distribute it among langurs; says, 'I've been doing it for 10 years. 6 months ago, I was in a huge financial crisis but I didn't stop this work & now I am again financially good. My son will continue to do it'. #Gujarat pic.twitter.com/YvW9BuU7C7
— ANI (@ANI) 26 October 2018
છ મહિના પહેલા તે મોટા આર્થિક સંકટમાં હતા તેમછતાં પણ તેમણે બંદરોને રોટલીઓ ખવડાવવાનું બંધ નહોતુ કર્યુ. તેમણે પૈસા માટે પોતાની દીકરીની પોલિસી પણ તોડાવી દીધી હતી. સ્વપ્નિલનું કહેવુ છે કે બંદરો સાથે તેમનો સંબંધ એવો બની ગયો છે કે તે તેમને પોતાના પરિવારના જ એક સભ્ય માને છે. તેમનું કહેવુ છે કે તેમના પછી તેમનો પુત્ર પણ આમ કરશે.












Click it and Unblock the Notifications
