For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોડાક્ષર વિનાની વાર્તાઓ માટે ડીસાના શિક્ષક બ્રિટનની યુનિવર્સિટીની ડોક્ટરેટની ડીગ્રી મેળવશે

|
Google Oneindia Gujarati News

પાલનપુર, 16 ઓગસ્ટ : લેખન કાર્ય સરળ છે. પરંતુ જ્યારે વાત બાળવાર્તા લખવાની આવે ત્યાર ભલભલા લોકોના મોતિયા મરી જાય છે. જો આવી અઘરી બાબતમાં કોઇ ગુજરાતને ગૌરવ અપાવે તો સ્વાભાવિક રીતે સાતમા આસમાનમાં ઉડવાનું મન થાય.

ગુજરાતને આવું જ ગૌરવ કોઇ જાણીતા લેખક નહીં પરંતુ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે અપાવ્યું છે. ડીસા તાલુકાની ડેડોલ પ્રાથમિક શાળાના શિક્ષક ભાવેશ નરેન્દ્રકુમાર પંડ્યાને જોડાક્ષર વગરની બાળવાર્તાઓ લખવા માટે બ્રિટનની એક યુનિવર્સિટીએ ડૉક્ટરેટની ઉપાધિ આપવાનો નિર્ણય કર્યો છે.

સરકારી શિક્ષક ભાવેશ પંડ્યાને જોડાક્ષરો વિનાની બાળવાર્તાઓ લખવાની પ્રેરણા સ્વાભાવિક રીતે શાળાના વિદ્યાર્થીઓએ આપી છે. આ અંગે વાત કરતા ભાવેશ પંડ્યા જણાવે છે કે 'હું વર્ષ 1999માં ડેડોલ પ્રાથમિક શાળામાં જોડાયો ત્યારે ધોરણ 3ના વિદ્યાર્થીઓને જોડાક્ષરો વાંચવામાં તકલીફ પડતી હતી. આ કારણે તેમને વાંચનમાં રસ ઉપજતો ન હતો. તેમને વાંચતા કરવા માટે મેં જોડાક્ષરો વિનાની વાર્તાઓ લખવાનું શરૂ કર્યું.'

ભાવેશ પંડ્યા શિક્ષણ કાર્ય ઉપરાંત પ્રાથમિક શાળાઓના પાઠ્યપુસ્તકના લેખક પણ છે. તેઓ ધોરણ 1થી 8ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં સહયોગ આપે છે. તાજેતરમાં ભાવેશ પંડ્યાના સતત પ્રયત્નોને બિરદાવીને બ્રિટનની વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીએ ડૉક્ટરેટની માનદ પદવી આપવા માટે પંસદ કર્યા છે.

તેમણે જોડાક્ષર વિનાની વાર્તાઓ લખવામાં કેવું યોગદાન આપ્યું તે અંગેની રસપ્રદ વિગતો જાણવા આગળ ક્લિક કરતા જાવ...

કેવા પ્રકારની વાર્તાઓ લખી?

કેવા પ્રકારની વાર્તાઓ લખી?


ભાવેશ પંડ્યાએ શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસના તમામ વિષયોમાં રસ લેતા કરવા માટે સાદીવાર્તા, ઉપદેશાત્મક વાર્તા, ચારિત્ર ઘડતરની વાર્તાઓ, ગણિત-વિજ્ઞાન આધારિત કોન્સેપ્ટ બેઝ ધરાવતી વાર્તાઓ પણ લખવાની શરૂઆત કરી હતી. આ પ્રયોગ ડેડોલ પ્રાથમિક શાળામાં સફળ થયો હતો. જેનો અમલ અન્ય 100થી વધુ શાળાઓમાં વિશેષ વાંચન સામગ્રી દ્વારા સ્વીકૃત થયો હતો.

ઇનોવેટિવ ટીચર બન્યા

ઇનોવેટિવ ટીચર બન્યા


ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ - અમદાવાદ (IIM-A)ના પ્રોફેસર વિજય શેરીચંદે દેશના 200 ઇનોવેટિવ શિક્ષકો શોધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના SSC પીટીસી થયેલા શિક્ષક ભાવેશ પંડ્યાની પસંદગી થઇ હતી. શિક્ષક ભાવેશ પંડ્યાને IIM-A ના 'ગમતી નિશાળ' પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2004 માં સર રતન ટાટાનો 'ઇનોવેટિવ ટીચર્સ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

લિમ્કા બુકમાં સ્થાન મળ્યું

લિમ્કા બુકમાં સ્થાન મળ્યું


શિક્ષક ભાવેશ પંડ્યાને 874 જેટલી જોડાક્ષર વગરની વાર્તા અને 100 ગીતો લખવા બદલ વર્ષ 2009 માં 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ'ની 20મી આવૃતિમાં સ્થાન મળ્યું હતું. આજે જોડાક્ષર વગરની વાર્તાઓની સંખ્યા બમણી થવા આવી છે.

ડૉક્ટરેટની પદવી માટે કેવી રીતે પસંદગી?

ડૉક્ટરેટની પદવી માટે કેવી રીતે પસંદગી?


પાઠ્યપુસ્તકના લેખક ભાવેશભાઇને શાળાના બાળકો માટે વિશેષ વાર્તાઓ લખવા બદલ અત્યાર સુધીમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે. આ ચાર રેકોર્ડના આધારે તેમને બ્રિટનની વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીએ ડૉક્ટરેટની માનદ પદવી આપવા માટે પંસદ કર્યા છે.

English summary
Gujarat's teacher will get doctorate degree from Britain's University for writing stories without Conjunction words.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X