વાસણામાં પૂર્વ વિદ્યાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યું
વાસણા પોલીસે સંજય પટેલ નામના શિક્ષક ની ધરપકડ કરી છે. જેમાં 19 વર્ષ ની વિધાર્થીની એ તેમની પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. જાણો આ ખબર અંગે વધુ વિગતો અહીં.
પૂર્વ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવા ના ગુનામાં વાસણા પોલીસે સંજય પટેલ નામના શિક્ષક ની ધરપકડ કરી છે. જેમાં 19 વર્ષ ની વિધાર્થીની એ આરોપ મૂક્યો હતો કે તે 8 થી 12 ધોરણમાં વાસણામાં આવેલી ગણેશ વિદ્યા મન્દિર નામની શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યારે સંજય પટેલ આ સ્કૂલમાં સાયન્સ અને ગણિત નો વિષય ભણાવતા હતા અને વાસણા માં ટ્યુશન ક્લાસ પણ ચલાવતા હતા. જેમાં વિદ્યાર્થીની ધોરણ 11 અને 12 માં ત્યાં ટ્યુશન માં પણ જતી હતી. ધોરણ 12 માં સારા ટકા આવતા તેને ગાંધીનગરમાં આવેલી કોલેજમાં એડમિશન લીધું હતું. જો કે ત્યારબાદ પણ સંજય પટેલ તેને મેસેજ કરતો હતો અને મેં 2017માં તેને મેસેજ કરી કહ્યું હતું કે ટ્યુશન કલાસ ના પેપર તપાસવા ના હોવાથી તું આવજે અને તેને અંજલી ચાર રસ્તાથી કારમાં પીકઅપ કરીને વાસણા સ્વામિનારાયણ પાર્ક 3માં આવેલા તેના એક મિત્ર ના ઘરે લઈ ગયો હતો.

અને એકલતાનો લાભ લઇ શારીરિક છેડતી કરી બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો હતો અને કહ્યું હતું કે આ વાત કોઈને જાણ કરવી નહીં અને જો કરશે તો તેને બદનામ કરી દેશે. ત્યારબાદ ત્રણ થી ચાર વાર અલગ અલગ જગ્યા એ બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે સંજય પટેલ ની આ માંગણી થી કંટાળી યુવતીએ તેના માતાપિતા ને આ બાબતે જાણ કરી હતી અને તેના આધારે માતા પિતા એ વાસણા પોલીસ મથકમાં સઁજય પટેલ વિરુદ્ધ બળાત્કાર અને ધમકી આપવાની ફરિયાદ નોંધી સંજય પટેલની ધરપકડ કરી હતી. પોલીસ ઇન્સ્પેકટર હેમંત ચૌધરીએ જણાવ્યું કે અમે જરૂરી પુરાવા એકઠા કરી તપાસ કરીશું અને મોબાઇલ ડેટા પણ તપાસ કરીશું. હાલ અમે આરોપી ની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા માફેની તજવીજ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
