Gujarat teacher transfer rules : ગુજરાતના સરકારી શિક્ષકો માટે સારા સમાચાર, બદલી નિયમોમાં મોટા ફેરફાર

Gujarat teacher transfer rules : ગુજરાત સરકારે સરકારી શાળાઓના શિક્ષકોની બદલીના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ ધોરણ 9 થી 12ની શાળાઓમાં શિક્ષકોની બદલી માટે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લેવામાં નહીં આવે.

આ પહેલા બદલી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગુણાંકન કરવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે. જો કે પરિણામ આધારિત પોઈન્ટની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે.

Gujarat teacher transfer rules

શિક્ષકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર

વિદ્યાર્થી સંખ્યા હવે મહત્વપૂર્ણ નહી

આ સિવાય દંપતીના કિસ્સામાં જો શિક્ષકના પતિ અથવા પત્ની ભારત સરકારના કર્મચારી અથવા રાષ્ટ્રીયકૃત બેંકમાં નિયમિત નિમણૂંક ધરાવતા હોય તો તેમને બદલીનો લાભ મળશે.

પતિ-પત્નીના સરકારી નોકરીના કેસમાં ખાસ છૂટછાટ

સુધારા સાથે પતિ-પત્નીની સરકારી નોકરી કેટેગરી જેવા શબ્દોને બદલે દંપતી કેસ મુજબનો સુધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે 24 નવેમ્બર 2024ના રોજ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો માટે ઠરાવ કર્યો હતો, જેમાં આ સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પરિણામ આધારિત પોઈન્ટ્સ સિસ્ટમ યથાવત

નવા નિયમો અનુસાર, ડીઈઓ કચેરી હેઠળની સેવાઓના સમયગાળા માટે અગાઉ જેમને જિલ્લા ફેરબદલીનો લાભ મળ્યો હતો પરંતુ વહીવટી કે અન્ય કારણોસર છૂટા થઈ શક્યા ન હોય તેવા કર્મચારીઓ માટે સેવાઓનો સમયગાળો જે તે જિલ્લા ફેરબદલીની નવી જગ્યાએ હાજર થયાની તારીખથી નહીં પરંતુ જિલ્લા ફેરબદલીના હુકમની તારીખથી ગણવામાં આવશે.

આ ફેરફારો શિક્ષકોની બદલી પ્રક્રિયાને વધુ સુગમ અને પારદર્શક બનાવશે, તેમજ શિક્ષકોને તેમના પરિવાર સાથે રહેવાની સુવિધા પણ આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X