વડોદરાને સ્વચ્છ બનાવવા સિટિઝન્સે શરૂ કરી છે 'ધ ડર્ટી બકેટ ચેલેન્જ'

વડોદરા, 5 સપ્ટેમ્બર : નાગરિકો ધારે તો શું કરી શકે તેનો પુરાવો ગુજરાતની સંસ્કારનગરી વડોદરામાં જોવા મળ્યો છે. અંદાજે 40 જેટલા સજાગ નાગરિકોએ Resolution - A better Vadodara (રિઝોલ્યુશન - અ બેટર વડોદરા)નામનું એક ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપે વડોદરા શહેરના સળગતા પ્રશ્નોને ઉકેલવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ પ્રયાસ અંતર્ગત વડોદરાની ગંદકી દૂર કરવા માટે તેમણે તાજેતરમાં લોકપ્રિય બનેલી 'આઇસ બકેટ ચેલેન્જ'માંથી પ્રેરણા લઇને 'ધ ડર્ટી બકેટ ચેલેન્જ' શરૂ કરી છે.

'ધ ડર્ટી બકેટ ચેલેન્જ'નો પ્રચાર સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના આ નવીન પ્રયોગને ધીરે ધીરે વેગ મળી રહ્યો છે. લોકો સામે ચાલીને આ ચેલેન્જ સ્વીકારી રહ્યા છે. ધીરે ધીરે આગળ વધી રહેલી 'ધ ડર્ટી બકેટ ચેલેન્જ'ને કારણે શહેરમાં અનેક ઠેકાણે ગંદકી છૂમંતર થઇ રહી છે. આ ચેલેન્જ સ્વાકારીને સફળતાથી પૂરી કરનારા પોતાના પિક્ચર્સ #thedbchallenge હેશટેગ સાથે અપલોડ કરી રહ્યા છે.

આ 'ધ ડર્ટી બકેટ ચેલેન્જ'નો વિચાર ક્યારે, કેવી રીતે, કોને આવ્યો, તેની શરૂઆત કેવી રીતે થઇ, અત્યારે કેવા તબક્કે પહોંચી છે વગેરે પ્રશ્નોના જવાબ જાણવા આગળ ક્લિક કરો...

આઇસ બકેટ ચેલેન્જમાંથી પ્રેરણા

આઇસ બકેટ ચેલેન્જમાંથી પ્રેરણા


આ ચેલન્જ શરુ કરવાનો વિચાર વડોદરાના ઉત્સાહી નાગરિક બીરજુભાઈ પટેલને આઈસ બકેટ ચેલેન્જ અંગેની વિગતો જાણી ત્યારે આવ્યો હતો. બીરજુ પટેલનું કહેવું છે કે આઈસ બકેટ ચેલેન્જમાં પાણીનો બગાડ થાય છે. મારે કોઇ પ્રકારનો બગાડ કરવો ન હતો અને શહેરને કોઇક રીતે ફાયદો થાય તેવું કામ કરવું હતું.

પ્રથમ ચેલેન્જ ક્યારે યોજાઇ

પ્રથમ ચેલેન્જ ક્યારે યોજાઇ


શહેરને ફાયદો કરવા માટે સૌથી મોટી ચેલેન્જ તેમને કચરાના ઢગલાની લાગી. આ માટે તેમણે 'ધ ડર્ટી બકેટ ચેલેન્જ'નો વિચાર પાક્કો કર્યો. મેં સૌપ્રથમ વાર 29 ઓગષ્ટ, 2014ના રોજ મારા મિત્રને આ ચેલન્જ ઉપાડી લેવા માટે કહ્યું હતુ.

ચેલેન્જની શરતો શું છે?

ચેલેન્જની શરતો શું છે?


આ ચેલેન્જ આમ તો ખુબ સરળ છે. ચેલેન્જની મુખ્ય શરત એ છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના રહેઠાણની આસપાસથી એક બકેટ કચરો વીણીને તેનો વ્યવસ્થિત રીતે નિકાલ કરે એ જરૂરી છે. ઉત્સાહીજન હોય તો એક બકેટથી વધારે કચરો ઉપાડવો હોય તો પણ છુટ છે.

ચેલેન્જ આગળ કેવી રીતે વધે?

ચેલેન્જ આગળ કેવી રીતે વધે?


આ ચેલેન્જને આગળ વધારવા માટે પણ બીરજુ પટેલે આઇડિયા અજમાવ્યો છે. જે વ્યક્તિ સફળ રીતે ચેલેન્જ પુરી કરે તે પોતાના અન્ય 6 મિત્રો કે સગાને આ ચેલેન્જ આપીને પડકારી શકે છે. આમ આ ચેલેન્જ આગળ વધતી રહે છે.

વડોદરા શહેરને કેવી રીતે ફાયદો?

વડોદરા શહેરને કેવી રીતે ફાયદો?


બીરજુભાઇનું કહેવું છે કે એક બકેટ કચરાથી શહેરમાં રાતોરાત ગંદકીનો નિકાલ થઇ જાય અને શહેર ચોખ્ખુંચણાક થઇ જાય તે શક્ય નથી. પણ તેમાં હજારો લોકો જોડાય અને તેને વારંવાર સ્વીકારે તો ફરક ચોક્કસ પડશે.

ફેસબુક પર પ્રમોશન

ફેસબુક પર પ્રમોશન


આ ચેલેન્જ માટે ફેસબુક પર પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. ચેલેન્જ પુરી કરનાર વ્યક્તિ https://www.facebook.com/bettervadodara પર પોતાનો ફોટો કે વીડિયો અપલોડ કરીને અન્યોને પ્રેરણા આપી શકે છે. બીરજુભાઇ જણાવે છે કે અમે મિત્રોએ ભેગા થઈને વડોદરાની સમસ્યાઓ દુર કરવામાં યોગદાન આપવા માટે બેટર વડોદરા નામનુ એક સંગઠન સ્થાપ્યુ છે. ધ ડર્ટી બકેટ ચેલેન્જથી તેને પણ એક ઓળખ અને લોકસહયોગ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X