For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ગુજરાત ખેલ મહાકુંભ 2014 પાછલા વર્ષોના કયા રેકોર્ડ તોડશે?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર : ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેના ટાઉનહોલમાં 11 સપ્ટેમ્બર, 2014 ગુરુવારે સાંજે ખેલ મહાકુંભ - 2014ની પંચ ધાતુની મશાલ સાથેની રાજયના ખ્યાતનામ ખેલાડીઓની બેટન રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ ભાગ્યેશ જહાએ 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' મંત્રને સાકાર કરવા રાજયના યુવાનોને આહવાન કર્યું હતું. તેમણે રાજયમાં વધુ ને વધુ યુવાનો આ ખેલ મહાકુંભમાં જોડાઇને પોતાના રમત કૌશલ્યને ઝળકાવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

આ પ્રસંગે યોજાયેલાં કાર્યક્રમની શરૂઆતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર સંદીપ પ્રધાને ખેલ મહાકુંભની વિગત આપી જણાવ્યું હતું કે ગત વર્ષે 40,000 જેટલાં ખેલાડીઓએ આ મહાકુંભમાં ભાગ લીધો હતો અને લાખો રૂપિયાના ઇનામો જીત્યા હતા.

ખેલ મહાકુંભ 2014માં 21 રમતોનો સમાવેશ

ખેલ મહાકુંભ 2014માં 21 રમતોનો સમાવેશ

આ વખતે ખેલ મહાકુંભમાં કુલ 21 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એથ્લેટીકસ, કબડ્ડી, ખો-ખો, શૂટીંગ બોલ, વોલીબોલ, ચેસ, રસ્સાખેંચ, યોગાસન, સ્વીમીંગ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, સ્કેટીંગ, ટેકવેન્ડો, જુડો, કુસ્તી, આર્ચરી, હોકી, હેન્ડબોલ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, ટેનીસ જેવી રમતનો સમાવેશ થાય છે.

12 સપ્ટેમ્બર સુધીમાં ખેલાડીઓનું રજિસ્ટ્રેશન

12 સપ્ટેમ્બર સુધીમાં ખેલાડીઓનું રજિસ્ટ્રેશન

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

કુલ રજીસ્ટર ખેલાડી - 616965
રજીસ્ટર થયેલા (વ્યક્તિગત) પુરૂષ ખેલાડી - 170180
રજીસ્ટર થયેલા (વ્યક્તિગત) સ્ત્રી ખેલાડી - 96233
રજીસ્ટર પુરૂષ ટીમ - 23838
રજીસ્ટર સ્ત્રી ટીમ - 10900
રજીસ્ટર પુરૂષ ટીમ ખેલાડી - 240572
રજીસ્ટર સ્ત્રી ટીમ ખેલાડી - 109980

વયજુથ અનુસાર વ્યક્તિગત

વયજુથ અનુસાર વ્યક્તિગત

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

અંડર 11 પુરુષ - 29001
અંડર 11 સ્ત્રી - 37843
અંડર 13 પુરુષ - 33434
અંડર 13 સ્ત્રી - 25613
અંડર 16 પુરુષ - 38258
અંડર 16 સ્ત્રી - 25421
અબવ 16 પુરુષ - 57820
અબવ 16 સ્ત્રી - 15146
અબવ 45 પુરુષ - 2131
અબવ 45 સ્ત્રી - 715
અબવ 60 પુરુષ - 694
અબવ 60 સ્ત્રી -337

વયજુથ અનુસાર ટીમ

વયજુથ અનુસાર ટીમ

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

અંડર 13 પુરુષ - 2086
અંડર 13 સ્ત્રી - 1672
અંડર 16 પુરુષ - 4767
અંડર 16 સ્ત્રી - 3023
અબવ 16 પુરુષ - 16385
અબવ 16 સ્ત્રી - 5988
અબવ 45 પુરુષ - 408
અબવ 45 સ્ત્રી - 126
અબવ 60 પુરુષ - 190
અબવ 60 સ્ત્રી - 91

રમતમાં વ્યક્તિગત

રમતમાં વ્યક્તિગત

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

એથ્લેટીકસ : 197491
ચેસ : 18866
યોગાસન : 4933
તીરંદાજી : 3847
બેડમિન્ટન : 9030
સ્વીમીંગ : 5340
જુડો : 3662
ટેબલ ટેનીસ : 1750
સ્કેટીંગ : 2970
કુસ્તી : 4130
લોન ટેનીસ : 2887

રમતમાં ટીમ

રમતમાં ટીમ

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

એથ્લેટીકસ : 1281
કબડ્ડી : 7684
ખોખો : 7202
વોલીબોલ : 3458
રસ્સાખેંચ : 2030
શુટીંગ બોલ : 474
બેડમિન્ટન : 593
બાસ્કેટબોલ : 847
સ્વીમીંગ : 164
ફુટબોલ : 5736
ટેબલ ટેનીસ : 228
હોકી : 4069
હેન્ડબોલ : 647
લોન ટેનીસ : 323

12 સપ્ટેમ્બર સુધીમાં મહાનગપાલિકાઓમાં રજિસ્ટ્રેશન

12 સપ્ટેમ્બર સુધીમાં મહાનગપાલિકાઓમાં રજિસ્ટ્રેશન

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

અમદાવાદ મહાનગરપાલિકા : 14626
ભાવનગર મહાનગરપાલિકા : 11051
સુરત મહાનગરપાલિકા : 10269
જામનગર મહાનગરપાલિકા : 5703 રાજકોટ મહાનગરપાલિકા : 5651
જુનાગઢ મહાનગરપાલિકા : 3027
વડોદરા મહાનગરપાલિકા : 1975 ગાંધીનગર મહાનગરપાલિકા : 1691

12 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાવાર રજિસ્ટ્રેશન

12 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાવાર રજિસ્ટ્રેશન

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

ગીર સોમનાથ : 109753
આણંદ : 48800
બનાસકાંઠા : 38412
જુનાગઢ : 35451
મહેસાણા : 34660
બોટાદ : 25155
પંચમહાલ : 23477
અમરેલી : 19772
મહીસાગર : 18936
કચ્છ : 18905
અરવલ્લી : 16805

12 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાવાર રજિસ્ટ્રેશન

12 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાવાર રજિસ્ટ્રેશન

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

ભાવનગર : 13641
અમદાવાદ : 13372
જામનગર : 12843
ભરુચ : 11854
નર્મદા : 11173
સુરેન્દ્રનગર : 9312
મોરબી : 9046
સાબરકાંઠા : 9008
રાજકોટ : 8897
નવસારી : 8845
પોરબંદર : 8152

12 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાવાર રજિસ્ટ્રેશન

12 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લાવાર રજિસ્ટ્રેશન

આ આંકડા 12 સપ્ટેમ્બર, 2014 સવારે 9 વાગ્યા સુધીના છે. દર કલાકે આંકડા અપડેટ થાય છે.

સુરત : 7876
વલસાડ : 7757
દાહોદ : 7256
તાપી : 7033
ગાંધીનગર : 6337
દેવભૂમિ દ્વારકા : 4988
પાટણ : 4841
ડાંગ : 3746
છોટા ઉદેપુર : 3024
ખેડા : 2844
વડોદરા : 1030

તેમણે જણાવ્યું કે આ વર્ષે રાજય સરકારે ઓલમ્પિકમાં સફળતા મેળવનારા રાજયના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રૂપિયા પાંચ કરોડના પુરસ્કારની જાહેરાત કરી છે એ જ રીતે રાજય સરકારે નેશનલ ચેમ્પિયનશિપમાં સફળ થયેલા રાજયના ખેલાડીને પણ પ્રોત્સાહન પુરૂં પાડયું છે.

ગાંધીનગરથી પ્રસ્થાન કરાવવામાં આવેલી બેટન રેલી રાજયના દરેક જિલ્લામાંથી પસાર થઇ ખેલ મહાકુંભના ઉદ્‍ધાટન સ્થળ ભાવનગર ખાતે પહોંચશે. આ સમય દરમિયાન રાજયમાં ખેલકુદનું વાતાવરણ ઉભું થશે. આ વર્ષે 21 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલવાનું છે. જ્યારે ખેલ મહાકુંભની સ્પર્ધાઓ 4 ઓક્ટોબરથી 22 નવેમ્બર, 2014 સુધી યોજાશે.

આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટનું ઉદઘાટન ભાગ્યેશ જહાના હસ્તે કરાયું હતું. જયારે રાજયની શક્તિદૂત યોજના અંતર્ગત 40 જેટલા ખેલાડી પૈકી એ ગ્રુપના ખેલાડીને રૂ.પાંચ લાખ, બી ગ્રુપના ખેલાડીને રૂ.ત્રણ લાખ અને સી ગ્રુપના ખેલાડીને રૂ.બે લાખના ચેક ઉપસ્થિત મહાનભાવોના હસ્તે વિતરીત કરાયા હતા.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/7BV9ouMozWk" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Gujarat : Top interesting facts about Khel Mahakumbh 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X