For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યુવાનોને રોજગારી પુરી પાડવામાં સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

employment
ગાંધીનગર, 4 માર્ચ: રાજ્યમાં નવાનવા ઉદ્યોગોની માંગ અનુસાર રાજ્યના યુવાનોને કૌશલ્ય વર્ધક તાલીમ આપવામાં આવી રહી છે. આવનારા વર્ષમાં રાજ્યમાં નવા ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનીંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા તથા નવા ટ્રેડ વિકસાવવા માટે અંદાજપત્રમાં રૂા. ૧ર.પ૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન દોશીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારી પુરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.

અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતાં સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય વર્ષાબેન દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુશળ માનવબળ ઉભું કરવા માટે ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે. ઉદ્યોગગૃહોની માંગ બદલતાં એ પ્રમાણેના યુવાનો તૈયાર કરવા ગુજરાતમાં સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી તથા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સાથોસાથ સ્કીલ યુનિવર્સિટી શરૂ કરવાનું આયોજન છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને કોમ્પ્યુટરની તાલીમ આપી શકાય એ હેતુથી ઇએમ્પાવર યોજના શરૂ કરીને ૩,૯૮,૦૦૦ યુવાનોનું રજીસ્ટ્રેશન ઓન લાઇન કરીને ર,૮ર,૬ર૮ યુવાનોને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે. ઇએમ્પાવર યોજના માટે આ અંદાજપત્રમાં રૂા. ર૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

વર્ષાબેન દોશીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ધોરણ ૧૦ અને ધોરણ ૧રમાં નિષ્ફળ ગયેલા વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે આવા નિષ્ફળ ગયેલા યુવાનોને સરકારનો ભરોસો છે. આવા નિષ્ફળ ગયેલા યુવાનોને સરકારનો ભરોસો છે. આવા યુવાનોની નકારાત્મકતા દૂર થાય અને સકારાત્મકતા પ્રસરે એ હેતુથી આઇ.ટી.આઇ.ના અનેક નવા ટ્રેડ શરૂ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આવા કેન્દ્રો પરથી ૩,૯૬,૩૬૧ મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.

English summary
Gujarat top to creat job for youth in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X