સોલાર ક્રાંતિમાં ગુજરાત અવ્વલ, 24 ટકા સોલાર રૂફટોપ ગામડાઓમાં લાગ્યા,
પરંપરાગત ઇંધણ પર ભારણ હટાવવા ગુજરાત સહિત ભારતમાં સોલાર ઉર્જા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ભારતે 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે ત્યારે ગુજરાત આ પહેલમાં આગેવાની કરી રહ્યું છે.
ભારતના આ ઉદ્દેશ્યને પુરો કરવામાં ગુજરાત અગ્રેસર ભુમિકા નિભાવી રહ્યું છે. સિંગલ વિન્ડો સિસ્ટમ, સબસીડી અને સરળ વહીવટના લીધે રૂફટોપ સોલારની સંખ્યામાં ગુજરાત દેશમાં ટોચ પર છે અને વર્ષ 2022-23માં રાજ્ય સરકારે સોલાર રૂફટોપના લાભાર્થીઓ પાસેથી વીજળી ખરીદીને 107 કરોડ રૂપિયા નાગરિકોને ચૂકવ્યા છે. વર્ષ 2019થી નાણાકીય વર્ષ 2022-23ના ગાળામાં અત્યાર સુધી સરકારે 207 કરોડની વીજળી ખરીદી છે.

ભારતમાં અક્ષય ઊર્જા (પુનઃપ્રાપ્ય ઊર્જા) ના વિકાસ અને તેને અપનાવવા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી દર વર્ષે 20 ઓગસ્ટનો દિવસ ભારતીય અક્ષય ઊર્જા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. બાયોગેસ, સૌર ઊર્જા, પવન ઊર્જા, હાઇડ્રોઇલેક્ટ્રિકલ પાવર વગેરે જેવી ઊર્જા અક્ષય ઊર્જાના કેટલાક ઉદાહરણો છે.
નેટ મીટરીંગના લીધે લોકો તેમના ઘરો પર સોલાર રૂફટોપ લગાવવા માટે ઉત્સુક બન્યાં છે. નેટ મીટરીંગ એવી બીલ પ્રણાલી છે, જેમાં સોલાર રૂફટોપના લાભાર્થીઓ તેમની વધારાની ઉર્જાને ગ્રીડમાં પાછી આપી શકે છે. એટલે કે ગ્રાહકને વાપરેલાં યુનિટ પર અંદાજે ૫ થી ૬ પ્રતિ યુનિટનો ફાયદો થાય છે અને વધારાના યુનિટને ગુજરાત સરકાર ₹ 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી કરી ગ્રાહકને આવક કરવાની સુવિધ આપે છે.
વર્ષ 2022-23માં સરકારે ૧૦૭ કરોડનું ચૂકવણું નાગરિકોને કર્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 437528 ઘરો પર સોલાર રૂફટોપ છે, જેની કુલ ક્ષમતા 1724.68 મેગાવોટની છે. 1 કિલોવોટથી 1 મેગાવોટની ક્ષમતાવાળી રૂફટોપ સોલાર સિસ્ટમને નેટ મીટરીંગનો ફાયદો મળે છે.
24 ટકા સોલાર રૂફટોપ ગ્રામ્ય વિસ્તારોમાં
રાજ્યના ગામડાઓમાં ઓછામાં ઓછા એક ઘરમાં સોલાર રૂફટોપ હોય તેના માટે સરકાર અત્યારે એક્શન મોડમાં છે. ગામડાના નાગરિકોને તેના લીધે ઘર પર સોલાર લગાવવાની પ્રેરણા મળશે. અત્યારે રાજ્યમાં 24 ટકા સોલાર રૂફટોપ ગામડાઓમાં છે.
સૂર્ય ગુજરાત યોજનાની કામગીરી
રૂફટોપ - મેગાવોટ - ક્ષમતા
શહેરી વિસ્તાર - 342298 - 1370.1
ગ્રામ્ય વિસ્તાર - 95230 - 354.58
કુલ - 437528 1724.68
સોલાર રૂફટોપના સશક્ત અમલીકરણના લીધે હવે આદિજાતિ વિસ્તારના ગામડાઓ સુધી પણ આ યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ડાંગ જિલ્લાના વાંસદા તાલુકાના નાનીભામતી ગામમાં રહેતા અને બુહારી ખાતે કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર હીતેન્દ્રભાઇ પ્રમોદચંદ્ર ગાંવિત જણાવે છે કે, અમારા સ્ટાફમાં એક ભાઇએ સોલાર રૂફટોપ લગાવ્યું તો મે તેના વિશે જાણ્યું. મને તે અનુકૂળ લાગતા હવે મારા ઘરે પણ છ મહિના પહેલા રૂફપોટ લગાવ્યું છે. તેના લીધે મારું અગાઉ જે બીલ 2200થી 2500 જેટલું આવતું હતું, તે ઝીરો થઈ ગયું છે. હવે અમારી સોસાયટીમાં રહેતા બીજા ત્રણ લોકોએ પણ સોલાર રૂફટોપ લગાવવાનું નક્કી કર્યું છે.
રાજ્યમાં રૂફટોપ ધરાવતા ટોપ 10 જિલ્લા
અમદાવાદ - 66704
વડોદરા - 66207
સુરત - 59126
રાજકોટ - 48684
આણંદ - 17567
ભાવનગર - 15787
ભરૂચ - 15096
ગાંધીનગર - 14385
મહેસાણા - 14059
કચ્છ - 12643
ગુજરાતે રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણી નીતિઓ અને પ્રોત્સાહનો અમલમાં મૂક્યા છે. આ નીતિઓમાં અનુકૂળ નેટ મીટરિંગ નિયમો, સબસિડી, ટેક્સ અંગેના ફાયદા અને સોલાર પ્રોજેક્ટ્સ માટે ઓછા વ્યાજની લોનનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે નાગરિકોના અમૂલ્ય સમય અને ઉર્જાને બચાવવા એક ખાસ વેબ પોર્ટલ તૈયાર કર્યું છે, જે રૂફટોપ સોલાર મેળવવા માંગતા નાગરિકો માટે એક સિંગલ વિન્ડો તરીકે કામ કરે છે. આ સિસ્ટમ હેઠળ અરજદારો તેમની રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનની અરજીઓને નિયુક્ત પોર્ટલ અથવા ઓફિસ દ્વારા સબમિટ કરી શકે છે.
ત્યારબાદ તેના પર અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જરૂરિયાત અનુસાર તેનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ મંજૂરી આપવામાં આવે છે. વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનું સરકારનું આયોજન છે.
ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા : 2022-23માં 21839 MU ઉત્પાદન
પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાત એક અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પાર્કનું નિર્માણ અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને ઘરો સુધી પહોંચાડીને રાજ્યની મબલખ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોખરે પહોંચાડ્યું છે.
દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્ષ 2022-23ના છેલ્લા આંકડા અનુસાર ગુજરાતમાં કુલ 21839 મિલિયન યુનિટ ઉત્પાદન થયું છે. જેમાં 8077 MU સોલાર, 12259 MU પવન, 1378 MU હાઇડ્રો, 102 સ્મોલ હાઇડ્રો અને 23 MU બાયોમાસ અને બગાસ છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
