ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરાઈ
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે. હોદ્દાનીરૂએ આ સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ સહ ઉપાધ્યક્ષમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ રહેશે.

આ ઉપરાંત આદિજાતિ સલાહકાર પરિષદમાં ધારાસભ્ય સર્વે પી. સી. બરંડા, નિમિષા સુથાર, રમેશ કટારા, શૈલેષ એસ. ભાભોર, કનૈયાલાલ બી. કિશોરી, મહેન્દ્ર આર. ભાભોર, રાજેન્દ્રસિંહ એમ. રાઠવા, જયંતી એસ. રાઠવા, અભેસિંહ એમ. તડવી, ડૉ. દર્શના સી. દેશમુખ (વસાવા), મોહન ડી. ઢોડિયા, ડૉ. જયરામ સી. ગામીત, અનંતકુમાર એચ.પટેલ, અરવિંદ સી. પટેલ, તેમજ જીતુ એચ. ચૌધરી એમ કુલ-18 સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભા દ્વારા ચૂંટાયેલા સભ્યોની મુદ્દત વિધાનસભામાં ચાલુ રહે, ત્યાં સુધીની રહેશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોરની નિયુક્તિ કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્થાયી સમિતિના સભ્ય તરીકે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય સર્વે અભેસિંહ એમ. તડવી, જીતુ એચ. ચૌધરી અને કનૈયાલાલ બી. કિશોરીની નિયુક્તિ કરવામાં આવી છે, જયારે આ સ્થાયી સમિતિના સચિવ તરીકે આદિજાતિ વિકાસ નિયામક રહેશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.












Click it and Unblock the Notifications
