ઉંઝામાં એકના ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું

Posted By:
Subscribe to Oneindia News

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરલી ગામે નકલી નોટોનું કારખાનું હોવાની વાતો ઉડી હતી આ અફવા અને બાતમીને આધારે પોલીસે રેડ કરતા અહીં નકલી નોટો બનાવવાનું કારખાનું નહીં પણ એકના ડબલ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

fake note police

મહેસાણા પોલીસે કરલી ગામમાં તપાસ હાથ ધરતા, ઠાકોર દલસંગજીના ખેતરમાં કૂવાની ઓરડી પાસેથી શંકાસ્પદ કાગળ અને નોટો મળી આવ્યા હતા. જ્યારે એક નંબર પ્લેટ વગરનું બાઈક પણ મળી આવ્યુ હતું. ચોંકી ગયેલી પોલીસે તપાસ કરતા બહાર આવ્યું હતું કે અહીં તો નકલી નોટોનાં કાગળિયા સરકાવાનો વેપલો ચાલતો હોવાનું બહાર આવ્યું છે.

fake note

સ્થળ પર તપાસ કરતા 10, 20, 50 અને 100 ની નોટોનાં બંડલમાં કાગળો નાખીને એક કા તીન કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું. ત્યારે આ ઘટના બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

English summary
Gujarat Unjha : Police exposed money double scam.
Please Wait while comments are loading...