ગુજરાતમાં માવઠુ, મોડી રાતે ભાવનગર, સુરત, ભરુચમાં વરસાદ, પાકમાં નુકશાનના ભયથી ખેડૂતો ચિંતાતુર

ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે મોડી રાતે રાજ્યમાં ઘણા સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. ખેડૂતોને પાકમાં નુકશાનની ચિંતા સતાવી રહી છે.

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણી જગ્યાએ માવઠુ પડ્યુ છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર શિયાળામાં અષાઢી માહોલ સર્જાયો છે અને વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. રાજ્યમાં ઘણા સ્થળોએ રાતે વરસાદ પડ્યો છે.

માવઠાથી ખેડૂતો ચિંતાતુર

માવઠાથી ખેડૂતો ચિંતાતુર

રાજ્યમાં સુરત, ભરુચમાં મોડી રાતે માવઠુ થયુ છે. ભાવનગરમાં વહેલી સવારે કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદને લીધો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. ખેતીના પાકને મોટુ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં રવિ પાક ચણા, જીરુ અને રાયડાના પાકને નુકશાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. યાર્ડમાં બહાર પડેલ પાક અને ડુંગળીના પાકને પણ નુકશાનનો ડર ખેડૂતોને છે.

રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ

રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ

ભાવનગરમાં વહેલી સવારે ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. વળી, સુરત ગ્રામ્યમાં પણ મોડી રાતે અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં પવનો સાથે વરસાદ થયો. વળી, ભરુચ જિલ્લા તેમજ દહેજના ગામોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ થયો છે.અરવલ્લી જિલ્લામાં છૂટા છવાયા માવઠાની અસર જોવા મળી હતી. મોડાસામાં છાંટા પડ્યા હતા. પંચમહાલ, આણંદ, મહીસાગરમાં માવઠુ થયુ છે.

શિયાળાના રવિ પાકને નુકશાનની ભીતિ

શિયાળાના રવિ પાકને નુકશાનની ભીતિ

માવઠાના કારણે તમાકુ, ડાંગર, બાજરી, લીલા શાકભાજી સહિત શિયાળુ પાકમાં નુકશાનની સંભાવના છે. વળી, માવઠાના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની સંભાવના છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણ ભેજવાળુ તેમજ વાદળછાયુ જોવા મળી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદ થશે. વિભાગે મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં તેમજ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X