Gujarat Weather Alert : ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ તારીખથી હવામાન પલટાશે

Gujarat Weather Alert : હાલમાં ગુજરાતમાં સવારે અને રાત્રે ઠંડક અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. આ બદલાતા હવામાન વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદ અને તાપમાનના ફેરફાર અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 1 માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આજથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પશ્ચિમી વિક્ષોભ અને એન્ટિસાયક્લોનના કારણે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.

Gujarat Weather Alert

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, રાજકોટ, જામનગર, સાબરકાંઠા અને પંચમહાલ જવાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાનમાં આ પલ્ટાની અસરમાં પવનની તેજી અને વરસાદને કારણે ઉભા પાકને નુકસાન પહોંચી શકે છે. ખેડૂતો માટે આગાહી મહત્વપૂર્ણ બની રહે છે, જેથી તેઓ જરૂરી પગલાં લઈ શકે.

હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફેરફારની આગાહી કરી છે. આ સિવાય અંબાલાલ પટેલે માર્ચના બીજા અઠવાડિયામાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલના મતે મધ્યમ પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે,. આ ઉપરાંત અરબી સમુદ્રમાં એક એન્ટિસાયક્લોન સક્રિય થઈ શકે છે, જે સમુદ્રથી દૂર જતા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X