ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, ગુલાબી ઠંડી સાથે વરસાદી ઝાપટાં, આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં હવામાન વિભાગે આજે (શનિવાર) કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક તરફ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, તો બીજી તરફ વરસાદી માહોલ રહેવાના કારણે હાલમાં શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.

Gujarat Weather

વરસાદ અને તાપમાનની આગાહી

આગામી વરસાદ: હવામાન વિભાગના મતે, 20થી 22 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જોકે, બાકીના રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની આગાહી નથી.

અમદાવાદનું વાતાવરણ: અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

ઠંડીની શરૂઆત: નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડી જોર પકડવાનું શરૂ કરશે.

ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વિદાય લીધા બાદ પણ વાતાવરણમાં વહેલા શિયાળાના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત લગભગ 10 ડિગ્રી જેટલો રહે છે, જેના કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. મહત્ત્વની વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીનો ચમકારો વહેલો જોવા મળી રહ્યો છે. લઘુતમ તાપમાન ગત વર્ષ કરતાં 5 ડિગ્રી જેટલું નીચું નોંધાઈ રહ્યું છે.

ઠંડી વધવાનું કારણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઠંડી વધવાનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દેશના ઉત્તરીય પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા (બરફવર્ષા)ને કારણે ઉત્તર ભાગ તરફથી આવતા ઠંડા પવનો ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X